News of Wednesday, 12th March 2025
ગુજરાત હાઉસીંગ બોર્ડ રંગોલી પાર્ક નજીક ધ્વનિ પ્રદૂષણ અંગે માનવ આયોગમાં રજૂઆત

રાજકોટ તા.૧૨: ગુજરાત હાઉંસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્ક ના ૧૧૬૪ રહીશો છીએ, આ સોસાયટી આપના કાર્યક્ષેત્રમાં અને RMC ના વોર્ડ નં -૧૧ માં આવે છે. અત્રેના રહેણાકની ફરતે અનેક નાનામોટા પાર્ટી પ્લોટ આવેલા છે. જેની નોંધ RMC તથા આપશ્રીના દફતરે હશે.
આ પાટી પ્લોટમાં વાર તહેવાર તથા લગ્ન ગાળા દરમ્યાન જોર શોર થી લાઉડ સ્પીકરો વગાડવામાં આવે છે એ પણ સમય ની પાબંદી વગર, આ લાઉડ સ્પીકર રાત ના ૧ થી ૨ વાગ્યા સુધી ખુબ જોર થી વાગતા હોય, અત્રેના કોઈજ પાર્ટી પ્લોટમાં ધ્વનીમાપક યંત્રો નથી કે અહી થતા મોટા અવાજોને ચકાસવાના કોઈ જ સાધનો ફરજીયાત મુકવાની અને તેને ચકાસવાની કે તેનો રીપોર્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કરવાની કોઈજ કાયદાકીય જોગવાઈ હશે જ પણ તેનું અહીં કોઈજ પાલન થતું નથી ઉપરાંત અમારી રહેણાકની બાજુએ કોઈ મોટી દીવાલો કે ફરતી ઉંચી ઇમારતો નથી કે જેથી પાર્ટી પ્લોટમાંથી રાત્રી દરમ્યાન સતત થતા ઘોઘાટને રોકી શકાય.
આ ધ્વની પ્રદુષણ અમારી રોજીંદી જિંદગી ને અત્યંત તકલીફદેહ કરી દીધેલ છે. અહી રહેતા ૧૧૨૪ પરિવારો માં નાના બાળકો, વડીલો બીમાર વ્યક્તિઓ રાત્રીના મોટા અવાજો અત્યંય વેદના પહોચાડે છે. મોડી રાત સુધી થતા ઘોઘાયુક્ત મોટા અવાજને કારણે આખી રાત ઊંઘ નાં થવાને કારણે બીજા દિવસે નિયમિત કામકાજમાં પણ તેની અસર જોવા મળે છે, અપૂરતી ઊંઘ અકસ્માત નું કારણ બને છે .અત્રેથી અવારનાવાર ૧૦૦ ફોન નંબર પર ફરિયાદ કરવામાં આવેલ છે પરંતુ આ પાટી પ્લોટ ધારકો પર કાયદાની કોઈજ અસર જોવા મળતી નથી, ૧૧૬૪ પરીવાર એટલે અંદાજે ૫૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી સોસાયટીને ખુબજ ઊંચા ડેસીબલ ધરાવતા ઘોંઘાટને કારણે અત્યંત ત્રાસ થતો હોય ખુબ જ સહન કરવું પડે છે. આ અંગે યોગ્ય કરવા ભીખાલાલ સહાયતાએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગનો પત્ર પાઠવેલ છે.
ધ્વની પ્રદૂષણ (ઘોંઘાટ) ને કારણે કોઈ વડીલની માંદગી મળત્યુમાં પરિણમે કે હંગામી કે કાયમી બહેરાશ આવે, અહીં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાઓ, નોકરીવાંચ્છુક યુવાનો તેમજ યુવતીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભંગ પડતો હોય તેઓ ડીપ્રેશનમાં આવી કોઈ અઘટિત પગલા લે તે પહેલા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ, આપને મળેલ સતાની રુએ અને કાયદામાં રહેલ જોગવાઈ તેમજ માનવતાને ધ્યાનમાં લઈ આ નિઃહૃદયી અત્યાચાર રૂપી ધ્વની પ્રદૂણનો કાયમી ઉકલે લાવવા જરૂરી તમામ પગલા ત્વરિત લેવા ભીખાલાલ સહાયતાએ અરજ કરી છે.(૩૮.૧૯)
(3:18 PM IST)










