News of Wednesday, 12th March 2025
રૂડાના કાલાવડ રોડ તથા ૧પ૦ ફુટ રીંગ રોડના ર૩ આવાસો રદ
આવાસ ધારકોએ દસ્તાવેજ/ભાડા કરાર ન કરાવતા આકરૂ પગલુ

રાજકોટ, તા. ૧રઃ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-II પ્રકારના ટી.પી. ૦૯ એફ.પી. ૩૩/એ, ઓમ હાઉસીંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલ વાડીની પાસે, ઇસ્કોન મંદિરની પાછળ, કાલાવડ રોડ તથા બાલાજી હાઉસીંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ નાગરિક સહકારી બેન્કની બાજુમાં, મોદી સ્કુલની સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે.
જેમાના દ્વારા રૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજ દિન સુધી કરાવેલ ન હોઇ આ બાબતે લાભાર્થીઓને રૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આવાસ ધારકો દ્વારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા ર૩ આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્યા છે.
(3:31 PM IST)










