તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 12th March 2025
અલ્પેશ કહેતો-બધાને સોનાના નળીયાવાળા કરી દેવા છે!
૫૯ રોકાણકારોએ ૧ લાખથી માંડી ૮૬ લાખ સુધીના રોકાણ એફડીમાં કર્યુ હતું: ૨૦૨૩ પછી વળતર આપવાનું બંધ કર્યુ, મુળ રકમ પણ પાછી ન આપીઃ તપાસ કરતાં ખબર પડી કે મંડળી નુકસાનીમાં ડુબી ગઇ છે અને અલ્પેશે સગાવ્હાલા, મિત્રોના નામે મિલ્કતો લઇ લીધી છેઃ છેતરાયેલામાં મોરબી, અમરેલીના બે રોકાણકાર પણ સામેલ અલ્પેશ સતત મિટીંગો કરી પબ્લીસીટી કરી લોકોને રોકાણ કરવા લલચાવતોઃ તે કહેતો-તમારી પાસે ન હોય તો સગાવ્હાલા પાસેથી લાવો, બેંકમાંથી લોન લઇ લ્યો, તો'ય તમને નફો જ છે વેપારી રશ્મિનભાઇ પરમારે વિધવા ભાભીને આવક મળતી થાય એ માટે તેમના વીમાની રકમ ૧૪ લાખનું રોકાણ કર્યુઃ તેના પર પાંચ વર્ષ સતત વળતર અપાયું: પછી વળતર બંધ કરાયું આશાપુરા રોડના રંગુન ક્લોથ સ્ટોરવાળા દરજી વેપારી રશ્મિનભાઇ એવા લપેટાયા કે પોતાના મકાન પર ૪૦ લાખની લોન લઇ અલગ અલગ એફડીથી રોકાણ કર્યુ હતું!

રાજકોટઃ મની પ્લસ મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ લોકોને એવા લલચાવ્યા હતાં કે તેની મંડળીમાં રોકાણ કરવા સોૈ પડાપડી કરવા માંડયા હતાં. ૫૯ રોકાણકારોએ ૧ લાખથી માંડી ૮૬ લાખ સુધીના રોકાણ કર્યા હતાં. આ રીતે તેણે ૧૧ કરોડ ૮ લાખથી વધુની રકમ આ લોકો પાસેથી ઉઘરાવી લઇ પછી ચુનો લગાવી દીધો હતો. અલ્પેશે રશ્મિનભાઇ પરમારને જ્યારે પણ મળતો ત્યારે મને પ્રલોભનો આપી સમજાવતો કે તમે તમારા સગાવ્હાલા, મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે, બધાને સોનાના નળીયાવાળા કરી દેવા છે, જરૂર પડે તો બેંકમાંથી લોન લઇને અમારી મંડળીમાં મુકશો તો પણ તમને નફો જ થવાનો છે.
રશ્મિનભાઇ પરમારે જણાવ્યું હતું કે અલ્પેશના વિશ્વાસમાં આવી મેં મારા મકાન પર એચડીએફસી બેંકમાંથી રૂા. ૪૦ લાખની લોન લઇ અલ્પેશની મની પ્લસ મંડળીમાં તા. ૨૦/૧૧/૨૧ના રોજ ૨૧ લાખની એફડીમાં મુકી હતી. તેમજ બીજી ૧૨ લાખની, ૭ લાખની અને ૩ લાખની એફડી કરાવી કુલ ૪૩ લાખનું રોકાણ મેં કર્યુ હતું. આ રકમ પર મને ૧ ટકા લેખે એકથી પાંચ તારીખ સુધીમાં વળતર મળતું થઇ ગયું હતું. આ વળતર મને વર્ષ ૨૦૨૩-ડિસેમ્બર સુધી રેગ્યુલર અપાયુ હતું. એ પછી વળતર જમા ન થતાં અને મારી મુળ રકમ પણ મને અપાઇ નહોતી. તેમજ મેં મારા પત્નિના નામની ૩ લાખની એફડી કરાવી હતી તેમાં પણ ઓક્ટોબર-૨૦૨૩ સુધી વળતર આપી પછી વળતર કે મુળી પાછા અપાયા નહોતાં.
મારા ભાભી કિશોરીબેન પરમાર અને મારા પત્નિના નામે કરાવેલી એફડીનું વળતર ડીસેમ્બર-૨૦૨૩ સુધી મળ્યું હતું. અલ્પેશે બજારમાં ખુબ પબ્લીસીટી કરી હોઇ જેથી રોકાણકારો મોટી સંખ્યામાં તેની મંડળીમાં રોકાણ કરવા માંડયા હતાં. મેં પણ મારા સગાસંબંધીઓ, મિત્રો, પરિચીતોને રોકાણક રવાનું કહ્યું હતું. પરંતુ આ બધાને ઓક્ટોબર-૨૦૨૩થી વળતર મળતું બંધ થઇ ગયું હતું. આ પછી અમને આજ સુધી અમારી મુળ રકમ પણ પાછી ન મળતાં અને વળતર પણ ન અપાતાં અંતે પોલીસને જાણ કરવી પડી હતી.
કોણે કોણે કેટલુ રોકાણ કર્યુ, કેટલા રૂપિયા ગુમાવ્યા તેની માહિતી
રશ્મિનભાઇ પરમારની સાથે સાથે તેમના બીજા સગાસંબંધીઓ, મિત્ર સર્કલે જે રોકાણ કર્યુ હતું તેના નામ અને રકમની વિગતો આ મુજબ છે. નટુભાઇ વિઠ્ઠલભાઇ પરમાર-ભક્તિપાર્ક રેલનગરએ ૨૦૨૨માં અલગ અલગ એફડીમાં ૨૩,૫૦,૦૦૦, રેલનગર પરમેશ્વર પાર્કના દર્શનભાઇ નટુભાઇ પરમારે રૂા. ૧૧,૫૦,૦૦૦, ઢેબર રોડ નારાયણનગરના દિપકભાઇ રાજેન્દ્રભાઇ પરમારે ૧૦ લાખ, નારાયણનગર-૪ના સોનબલેન કાંતિભાઇ દેસાઇએ રૂા. ૧૭ લાખ, કોઠારીયા રોડ આનંદનગર બ્લોક એલ-૭ના જયંતિભાઇ ભગવાનજીભાઇ રાઠોડે રૂા. ૭ લાખ, કૈલાસવાડી કેશવ એપાર્ટમેન્ટના હિતેષભાઇ જેન્તીભાઇ અઢીયાએ રૂા. ૫ લાખનું રોકાણ કર્યુ હતું પરંતુ બાદમાં કોઇ વળતર કે મુળ રકમ પરત મળ્યા નથી.
આ ઉપરાત બેડીનાકા ટાવરના મનિષભાઇ ઘનશ્યામભાઇ દલે ૮ લાખ, બેડીનાકા ટાવરના રેખાબેન મનિષભાઇ દલે રૂા. ૨ લાખ, ગાયત્રીનગર-૩/૭ના શૈલેષભાઇ ચંદુભાઇ ટાંકે રૂા. ૨૯,૫૦,૦૦૦, ગાયત્રીનગર-૩/૭ના જાગૃતિબેન શૈલેષભાઇ ટાંકે રૂા. ૪ લાખનું રોકાણ ફિક્સ ડિપોઝીટથી કર્યુ હતું. તેમજ ગાયત્રીનગર-૩/૭ના ચંદુલાલ તુલસીદાસ ટાંકે ૨,૫૦,૦૦૦, ગાયત્રીનગર-૩/૭ના જ લલીતાબેન ભગવાનજીભાઇ ટાંકે રૂા. ૨ લાખ, ગુરૂપ્રસાદ સોસાયટીના ઉષાબેન નિલેષભાઇ ગજ્જરે રૂા. ૯૬,૬૦,૦૦૦, ગુરૂપ્રસાદ સોસાયટીના નિલેષભાઇ હસમુખભાઇ ગજ્જરે ૩૦ લાખ, ગાયત્રીનગર-૬ના રંજનબેન મહેન્દ્રભાઇ કાચાએ ૩ લાખ, ગાયત્રીનગર-૬ના કૃતિબેન મહેન્દ્રભાઇ કાચાએ ૩ લાખ, દિવાનપરા-૨ ગોપીનાથ એપાર્ટમેન્ટના પારસભાઇ રાજેન્દ્રભાઇ પરમારે રૂા. ૫ લાખ, રામકૃષ્ણનગર કેવલ્યમ એપાર્ટમેન્ટના અર્ચનાબેન નયનભાઇ પરમારે ૫ લાખ, વાંકાનેર પરમાર ટેઇલર હનુમાન શેરીવાળા જયેન્દ્રભાઇ લાલજીભાઇ પરમારે રૂા. ૨ લાખ, રાજકોટ યાર્ડ પાછળ અમરગઢ ભીચરીના ગિરીશભાઇ વિઠ્ઠલભાઇ મારૂએ રૂા. ૪૭ લાખ, રૈયા રોડ દર્શન પાર્ક-૪ના દેવેન્દ્રભાઇ મગનભાઇ ટાંકે રૂા. ૧૪ લાખ, વિરાણી હાઇસ્કૂલ પાછળના શ્રીગોલ્ડ પેલેસના પારૂલબેન કેતનભાઇ વઘાસીયાએ રૂા. ૧૦ લાખનું એફડી સ્કીમમાં રોકાણ કર્યુ હતું.
આ ઉપરાંત જંકશન પ્લોટ વિશ્રામ એપાર્ટમેન્ટના અરવિંદભાઇ કાનજીભાઇ પરમારે રૂા. ૬ લાખ, હરિધવા રોડ જ્ઞાનધારા સ્કૂલ સામેના પ્રવિણભાઇ હરિભાઇ ભટ્ટીએ ૧૩ લાખ, નવાગામ આણંદપર ખોડિયાર પાર્ક-૩ના દિપકભાઇ પોપટભાઇ સોલંકીએ રૂા. ૯ લાખ, ગીતાંજલી સોસાયટી વાલકેશ્વર રોડ પરની શ્રીનગર સોસાયટીના નિરવભાઇ દિનેશભાઇ ચોટલીયાએ રૂા. ૮૬ લાખ, ઘી કાંટા રોડ મોચી મંદિરવાળી શેરી નં. ૧૦માં રહેતાં ઇન્દુબેન ભરતભાઇ ખોખરે રૂા. ૨,૩૮,૦૦૦, કોઠારીયા રોડ શ્રધ્ધા પાર્ક પુરૂષાર્થ-૫ના પ્રફુલભાઇ નરસિંહભાઇ વાઘેલાએ રૂા. ૫ લાખ, નલીનભાઇ નરેન્દ્રભાઇ શાહે રૂા. ૯,૧૫,૦૦૦, ગોપાલનગર-૪ના કિશોરભાઇ બકુલભાઇ ચોટલીયાએ રૂા. ૨૦ લાખ, નારાયણનગર મેઇન રોડના મિહીરભાઇ બકુલભાઇ ચોટલીયાએ રૂા. ૧૫ લાખ, હરિહર સોસાયટી-૧ અમીન માર્ગના ઉપેનભાઇ ઇન્દુલાલ ચાવડાએ રૂા. ૧૫ લાખ, યુનિવર્સિટી રોડ નટવરનગર-૧ના કમલેશભાઇ ઇન્દુભાઇ ચાવડાએ રૂા. ૨૦ લાખ, હરિનગર મેઇન રોડના સુમતભાઇ દિલીપભાઇ ચાવડાએ રૂા. ૧૫ લાખ, ગ્રીનલેન્ડ ચોકડી મણીનગર-૨ના દેવરાજભાઇ ભીખાભાઇ હિરાણીએ રૂા. ૧,૫૦,૦૦૦, સત્ય સાઇ હોસ્પિટલ રોડના કિશનભાઇ ચાવડાએ રૂા. ૨૦ લાખ, રૈયા રોડ સ્વસ્તિક સોસાયટીના રાજનભાઇ અનીલભાઇ ટાંકે રૂા. ૫ લાખ, ગોકુલધામ પાસેના વિશાલભાઇ રસિકભાઇ પરસાણાએ રૂા. ૧૨ લાખની એફડી મુકી હતી.
તેમજ અન્ય રોકાણકારોમાં ગાયત્રીનગર જલારામ ચોકના જયેશભાઇ ચંદુભાઇ ટાંકે રૂા. ૧૨,૫૦,૦૦૦, વાણીયાવાડી બરારનગરના ઉમેશભાઇ ચંદુભાઇ ટાંકે રૂા. ૨૦,૫૦,૦૦૦, અમરેલી કેરીયા ફાટક પાસે બંસીધર સોસાયટીના હરેશભાઇ કાનજીભાઇ સોલંકીએ રૂા. ૨૦ લાખ, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે પટેલ પાર્કમાં રહેતાં પન્નાબેન નિલેષભાઇ ભટ્ટે રૂા. ૩૦ લાખ, તેમજ ધીરૂભાઇ મોહનભાઇ પરમાર, તેમના પત્નિ હંસાબેનના નામે ૧૮,૫૦,૦૦૦, કમલેશભાઇ મુળજીભાઇ ચોટલીયા, તેના પત્નિ રેખાબેનના નામે રૂા. ૨૩,૭૫,૦૦૦, કોૈશિકભાઇ જેન્તીભાઇ જાવીયા-તેના પત્નિ નિલમબેનના નામે રૂા. ૩ લાખ, બ્રિજેશભાઇ ગિરીશભાઇ કાચા અને તેના પત્નિ ભારતીબેનના નામે રૂા. ૫ લાખ, મોનીકાબેન ભાવીનભાઇ ગોહિલ અને તેમના પતિ ભાવીનભાઇ એમ. ગોહિલના રૂા. ૧ લાખ, અલ્કેશભાઇ ભીખાભાઇ જાદવ અને તેમના પત્નિ હર્ષિદાબેનના નામે રૂા. ૧૪ લાખનું રોકાણ એફડીમાં કરાયું હતું.
આ બધાને વર્ષ-૨૦૨૩થી વળતર ચુકવવાનું બંધ કરી દેવાયુ હતું. જેથી બધા રોકાણકારોએ પોતાની મુળ રકમ પાછી માંગતા અલ્પેશ દોંગાએ આપી નહોતી. રશ્મિનભાઇએ વધુમાં કહ્યું હતું કે મેં મારી તથા મારા સગા વ્હાલા, મિત્ર સર્કલની મળી કુલ રકમ રૂા. ૨ કરોડ ૬૦ લાખ અલ્પેશ દોંગાની મંડળીમાં એફડીમાં વળતર પેટે રોકાણ કરાવી હતી. પણ ૨૦૨૩ પછી કોઇ વળતર મળ્યું નથી. તેમજ જલારામ-૨ શિવસંગમ સોસાયટીના વલ્લભભાઇ પુનાભાઇ રાદડીયાને રૂા. ૩૮ લાખની એફડીના રોકાણ પર ૨૦૨૩ પછી કોઇ વળતર મળ્યું નથી.
આમ અલ્પેશ દોંગાએ પહેલેથી જ ગુનાહિત પુર્વયોજીત કાવત્રુ ઘડી મંડળીમાં રોકાણ કરવા લોકોને લલચાવી પ્રલોભન આપી વર્ષનું ૧૨ ટકા, મહિને ૧ ટકા વ્યાજ અને જરૂર પડે ત્યારે એક મહિના પહેલા જાણ કરવાથી રોકાણ કરેલી મુળ રકમ પરત મળી જશે તેમ કહી વેપારી રશ્મિનભાઇ પરમાર સહિત ૫૯ રોકાણકારોને લલચાવી કુલ રૂા. ૧૧ કરોડ ૮ લાખ ૯૮ હજારની રકમ રોકાણ પેટે મેળવી થોડો સમય વળતર આપી બાદમાં વળતર ન ચુકવી ઠગાઇ કરી હતી. અમે તપાસ કરતાં ખબર પડી હતી કે અલ્પેશ દોંગા રોકાણ સામે વળતર આપી શકે તેમ નથી અને મંડળી નુકસાનીમાં ડુબી ગઇ છે, તેમજ અલ્પેશે તેના સગા, મિત્રોના નામે મિલ્કતો ખરીદી લીધી છે. આથી અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં રશ્મિનભાઇએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ એચ. એમ. મહાજન, રાઇટર ભાવીનભાઇ સહિતે ગુનો દાખલ કરી અલ્પેશ ગોપાલદાસ દોંગાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
(4:11 PM IST)










