<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હોલિકા ઉત્‍સવનું શાષાોકત માહાત્‍મ્‍ય

 

ભારતીય સંસ્‍કળતિમાં ખૂબ પ્રાચીનકાળથી હોળીનો પર્વ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ભગવાન શ્રીકળષ્‍ણએ જણાવ્‍યા મુજબ આ ઉત્‍સવની શરૂઆત સતયુગથી થઈ હતી.

ફાગણ પૂર્ણિમા - હોલિકા ઉત્‍સવનું શાષામાં પ્રમાણ :  ભવિષ્‍યપુરાણ - ઉત્તર-પર્વ અધ્‍યાય-૩૧૯ વકતા- ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રોતા મહારાજ યુધિષ્ઠિર

ભવિષ્‍યપુરાણ પ્રમાણે હોળી દહનની કથાઃ- ફાગણ માસની પૂર્ણિમાએ શા માટે ગામે-ગામ હોલિકા દહન કરવામાં આવે છે ? અને તે પછીના દિવસે શા માટે ઉત્‍સવ મનાવવામાં આવે છે ? એમ યુધિષ્ઠિરના પુછવાથી ભગવાન શ્રીકળષ્‍ણએ કહયું કે સત્‍યુગમાં રઘુ નામના રાજા રાજય કરતાં હતા. તેમણે પોતાના શૌર્યથી પળથ્‍વીના અનેક પ્રદેશોને જીતી લઈને પોતે સંપૂર્ણ પળથ્‍વીનું રાજય કરતાં હતાં. તેમના રાજયકાળ દરમ્‍યાન દુષ્‍કાળ નહોતો પડતો તેમજ અકાલ મળત્‍યુનો ભય પણ નહોતો રહેતો. આવા ધર્મ પ્રિય રાજાનું રાજ-કાજ શાંતિથી ચાલતુ હતું. કોઈ સમયે રાજદ્વાર પર પ્રજાજનો એકઠા થઈ રાજા પાસે શરણ લેવા આવ્‍યાં, રાજાએ કારણ પુછયું તો તેઓએ જણાવ્‍યું કે તેઓ એક રાક્ષસીથી પરેશાન છે.

રાજાએ રાજયગુરૂ શ્રી વસિષ્ઠજીને પુછયું તો વસિષ્ઠએ જણાવ્‍યું કે આ રાક્ષસીએ તપ કરીને ભગવાન શંકર પાસેથી વરદાન મેળવ્‍યું છે તેથી તેને મનુષ્‍ય, દેવતા, અષા-શષા વગેરે કોઈથી ભય થાય તેમ નથી. પરંતુ ભગવાન શંકરના વચન પ્રમાણે ઉન્નત બાળકોથી જ તે રાક્ષસીને ભય થાય તેમ છે. તેથી તે રાક્ષસીના ત્રાસથી છુટવા ફાગણ મહિનાની પૂર્ણિમાએ ઉત્‍સવ કરાવવો પડશે. આ પૂર્ણિમાએ રાત્રીએ વધુને વધુ કાષ્ઠનો ઢગલો કરવો તથા તેને કાષ્ઠને અગ્નિની ખૂબ હર્ષોલ્લાસથી અબાલ-વળધ્‍ધોએ ત્રણવાર પ્રદક્ષિણા કરવી. ઉપરાંત આ દિવસે બ્રાહ્મણોએ સર્વદોષની શાંતિ માટે હવન કરવો. તેથી આ પર્વ હોલિકા તરીકે ઓળખાય છે.

આમ રાજાએ ગુરૂ વસિષ્ઠજીના કહેવાથી હોળી ઉત્‍સવની સૂચના રાજયમાં આપી તેમજ રાજાએ પોતે પણ આ ઉત્‍સવ મનાવ્‍યો. હોળીના બીજે દિવસે ભગવાન શ્રીકળષ્‍ણ કહે છે કે મનુષ્‍યએ પિતળઓ તથા દેવતાઓનું તર્પણ-પૂજન કરવું તેમજા સર્વદોષની શાંતિ માટે હવનની પવિત્ર ભસ્‍મને વંદન કરીને પોતાના શરીર પર લગાડવી.

હોલિકા ઉત્‍સવનું ફળઃ- ભગવાન શ્રીકળષ્‍ણ કહે છે કે જો આ ફાગણોત્‍સવ વિધિપૂર્વક કરવામાં આવે તો મનુષ્‍યના બધા મનોરથ સિધ્‍ધ છે અને તેમાં કષ્ટો દૂર થાય છે. આ ફાગણ માસન પૂર્ણિમાં તિથી પવિત્ર વિજયદાયિની તથા બધી તિથીઓમાં ઉત્તમ તિથી છે.

આ લેખ લખનારનું પ્રયાગમાં ગયા વગર મહાકુંભનું પુણ્‍ય ઘરે બેઠા મેળવ વ્‍યતિપાત યોગ વિશેનું પ્રવચન ૧૪-ભાગમાં તથા શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી, રાધાઅષ્ટમ ચાર્તુમાસ મહાત્‍મ્‍ય, તુલસી, રૂદ્રાક્ષ અને પીપળાના પુજનનું મહત્‍વ, ૧ લાખ અશ્વમેઘ યજ્ઞનું પુણ્‍ય ઘરબેઠા મેળવો વિગેરે યુ ટયુબમાં ‘‘મોરે શ્‍યામ ચેનલ'' ઉપર ઉપલબ્‍ધ છે. (૩પ.૬)

(સંકલન) શ્રી નિશીથભાઈ ઉપાધ્‍યાય

સ્‍પીરીચ્‍યુઅલ કન્‍સલટન્‍ટ અને એસ્‍ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪

મો. નં. ૯૩૧૩૬ ૯૨૪૪૧

(4:25 PM IST)