News of Wednesday, 12th March 2025
લક્ષ્મીનગર શ્રીનાથજી હવેલી ખાતે ભવ્ય રસિયા અને મહાપ્રસાદ યોજાયા : હજારો લોકો ઉમટી પડયા

રાજકોટ : હોળી-ધૂળેટી સંદર્ભ લક્ષ્મીનગર શ્રીનાથજી બાવાની વિખ્યાત હવેલી ખાતે ગઇકાલે સાંજે ભવ્ય રસિયા યોજાયા હતા. મુખ્યાજી તથા હેમાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય રસીયા પૂજન તથા મહાપ્રસાદ યોજાયો હતો, હજારો લોકો ઉમટી પડયા હતા, હવે ૧૪ મીએ ડોલોત્સવ યોજાશે, ૪ ખેલ થશે અને આખો દિવસ પૂનમ ભરી શકાશે તેમ હેમાબેન મહેતાએ એકયાદીમાં ઉમેર્યુ છે.
(3:57 PM IST)










