<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સોમવારથી હડતાલમાં રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્‍ય કર્મચારીઓ જોડાશે

રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘને સ્‍થાનિક કર્મચારી મંડળનું સમર્થન

રાજકોટ તા. ૧૩ :.. ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘના હડતાલના એલાનને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્‍ય કર્મચારી મંડળે ટેકો જાહેર કરી મહાસંઘના આદેશનું પાલન કરવાનું નકકી કર્યુ છે. તેમ મંડળના પ્રમુખ અશોક જોષી, મુખ્‍ય સંયોજક અશોક સોલંકી અને મહામંત્રી મીનાક્ષીબેન પંડયા જણાવે છે.

રાજય આરોગય કર્મચારી મહાસંઘના જણાવ્‍યા મુજબ ગુજરાત રાજય પંચાયત વિભાગ વર્ગ-૩ ના આરોગ્‍યના એમ. પી. એચ. ડબલ્‍યુ. એફ. એચ. ડબલ્‍યુ. એમ. પી. એચ. એસ. એફ. એચ. એસ. તેમજ ટીએચએસ, ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઇઓ-બહેનો ટેકનીકલ કેડર સમાવેશ અને તે અંગેનો ગ્રેડ-પે. ખાતાકીય પરીક્ષા રદ બાબત તેમજ સ્‍ટાફનર્સ (પંચાયત) કેડરોના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો બાબતમાં તા. ૧૭ થી અચોકકસ મુદતની હડતાલ રાખવામાં આવશે.

ગુજરાત રાજયના પંચાયત વિભાગના વર્ગ-૩ ના આરોગ્‍યના વિષયદર્શિત કેડરના ફીકસ તથા ફુલ પગાર મેળવતા તમામ કર્મચારી ભાઇઓ-બહેનોના પ્રશ્નોનું આજદીન એટલે કે તા. ૧૦-૩-ર૦રપ સુધી આપણા ઉપરોકત વિષયદર્શિત કર્મચારી ભાઇઓ- બહેનોના વિવિધ વિષયદર્શિત નાણાકીય અને વહીવટી પ્રશ્નોનું કર્મચારી નિરાકરણ ના આવતા અને જે અંગેના જી.આર. ઠરાવ, પરીપત્રો ન થતા તથા વિષયદર્શિત કર્મચારી ભાઇઓ-બહેનોના વિષયદર્શિત નાણાકીય અને વહીવટી પ્રશ્નોના સુખઃદ નિરાકરણ સરકારશ્રી દ્વારા આવેલ ન હોય આગામી તા. ૧૭-૩-ર૦રપ સોમવારથી અચોકકસ મુદતની હડતાલનું એલાન જાહેર કરેલ છે

(11:56 AM IST)