<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ક્ષત્રીય (ગિરાસદાર) સમાજની સૌ પ્રથમ પાસીંગ-શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્‍ટમાં સુરેન્‍દ્રનગર અને ધંધુકા ચેમ્‍પિયન

ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલના સુવર્ણજયંતી વર્ષની ઉજવણી નિમિતે રાજકોટમાં ર૪ ટીમો વચ્‍ચે જામ્‍યો ખરાખરીનો જંગઃ અનેક મહાનુભાવો અને રમત પ્રેમીઓને બે દિવસ નેશનલ લેવલના ખેલાડીઓની સુંદર રમત નિહાળવા મળ્‍યો મોકો

રાજકોટઃ સ્‍પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત ઇન્‍ડોર સ્‍ટેડીયમ-રાજકોટ ખાતે ક્ષત્રીય (ગિરાસદાર) સમાજની સૌ પ્રથમ પાસીંગ અને વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ર૪ ટીમોએ ભાગ લઇ પોતાનું કૌશલ્‍ય દેખાડયું હતું. દમદાર આયોજનની વિવિધ તસ્‍વીરો પૈકી પ્રથમ તસ્‍વીરમાં ઉદઘાટન સમારંભમાં ઉપસ્‍થિત મહેમાનો અને નીચે (મધ્‍ય)માં પુર્ણાહુતી સમારંભમાં ઉપસ્‍થિત મહાનુભાવો સાથે આયોજકો અને અન્‍ય તસ્‍વીરોમાં નીચે પાસીંગ ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પીયન સુરેન્‍દ્રનગર ટીમ અને શુટીંગમાં ચેમ્‍પીયન થયેલી ધંધુકા ક્ષત્રીય (ગિરાસદાર)ની ટીમ નજરે પડે છે.  (૪.૧૧)

રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ વખત શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ રાજકોટ આયોજિત ક્ષત્રિય (ગિરાસદાર) સમાજની વોલીબોલ શૂટિંગ, પાસિંગ બોલની બે દિવસીય નાઈટ ટુર્નામેન્‍ટમાં ૨૪ ટીમો વચ્‍ચે યોજાઈ હતી જેમાં સુરેન્‍દ્રનગર અને દરબાર ર્બોડિંગ ધંધુકાની ટીમો ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે ધાંગધ્રા, ભાવનગરની ટીમો રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમો તથા ખેલાડીઓને મહેમાનોના હસ્‍તે રોકડ પુરસ્‍કાર, શિલ્‍ડ તેમજ મેડલ આપીને સન્‍માનિત કરાયા હતા. બે દિવસીય ટૂર્નામેન્‍ટમાં ક્ષત્રિય સમાજના મહેમાનો તેમજ પ્રેક્ષકોને પણ નેશનલ લેવલના પ્‍લેયર્સની ગેમ નિહાળવાનો બે, બે દિવસ ભરપૂર લ્‍હાવો મળ્‍યો હતો.                                         

સંસ્‍થાના સુવર્ણ જયંતિ મહોત્‍સવ અંતર્ગત યોજાયેલી આ બે દિવસે નાઈટ ટુર્નામેન્‍ટ ની તારીખ ૮ અને શનિવારના રોજ સાંજના ક્ષત્રિય સમાજના માનવતા મહેમાનો અને અન્‍ય અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો અને ત્‍યારબાદ આ ટુર્નામેન્‍ટનો આરંભ થયો હતો. સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજની ૨૪ ટીમ જોડાઈ હતી પ્રથમ દિવસે લીગ મેચ રમાઇ હતી. લીગમાં વિજેતા ટીમો વચ્‍ચે બીજે દિવસે રવિવારે રાત્રે પાસીંગમાં ત્રણ ટીમ વચ્‍ચે હાર્ડલાઈન અને ત્‍યારબાદ ફાઇનલ મેચ રમાયા હતા. જ્‍યારે શૂટિંગબોલમાં ચાર ટીમ વચ્‍ચે બે સેમી ફાઈનલ બન્ને વિજેતા ટીમ વચ્‍ચે ફાઇનલ મેચ રમાઈ હતી.         

વોલીબોલ પાસિંગ બોલમાં સુરેન્‍દ્રનગરની એવન સ્‍ટાર સ્‍પોર્ટ ક્‍લબ એ સુરેન્‍દ્રનગર તથા યંગ સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ધાંગધ્રા વચ્‍ચે હાર્ડલાઇન મેચમાં એવન સ્‍ટાર વિજેતા બની હતી. ફાઇનલ મેચમાં ટક્કર રોયલ ભાવેના સ્‍પાકરસ ભાવનગરની ટીમ સાથે થઈ હતી બન્ને ટીમ વચ્‍ચે નેશનલ ખેલાડીઓ વચ્‍ચે સ્‍પોર્ટસમેન સ્‍પિરિટ સાથે જોરદાર ફાઈટ થઈ હતી. અંતે તમામ મેચમાં અડીખમ વિજેતા રહેલી ભાવનગરની ટીમને પરાસ્‍ત કરી સુરેન્‍દ્રનગરની ટીમ ચેમ્‍પિયન બની હતી.  ભાવનગર ટીમ ફર્સ્‍ટ રનર્સઅપ જ્‍યારે ધાંગધ્રાની ટીમ સેકન્‍ડ રનર્સઅપ રહી હતી. શુટીંગબોલમાં  ટુર્નામેન્‍ટમાં બે સેમી ફાઈનલ બાદ દરબાર ર્બોડિંગ ધંધુકા ચેમ્‍પિયન બની હતી, જામ સ્‍પોર્ટ્‍સ ક્‍લબ જામનગર ફર્સ્‍ટ રનર્સ અપ જ્‍યારે ભાવનગર ગોહિલવાડની ટીમ સેકન્‍ડ રનર્સઅપ રહી હતી. અલગ અલગ કેટેગરીમાં બેસ્‍ટ પ્‍લેયર્સમાં બેસ્‍ટ એટેકર તરીકે સેવન સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ ક્‍લબ એ સુરેન્‍દ્રનગર ટીમના ભાગ્‍યપાલસિંહ ઝાલા, બેસ્‍ટ સેટર એવન સ્‍ટાર સ્‍પોર્ટ ક્‍લબ સુરેન્‍દ્રનગરના  યશપાલસિંહ ઝાલા, બેસ્‍ટ પ્‍લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ રોયલ ભાવેણા સ્‍પાઇકર્સ ભાવનગરના દિવ્‍યરાજસિંહ ગોહિલ, બેસ્‍ટ લિબેરોનો સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ધાંગધ્રાના ક્રિપાલસિંહ ઝાલાએ ખિતાબ મેળવ્‍યો હતો. શૂટિંગબોલમાં બેસ્‍ટ શુટર ભાવનગર ગોહિલવાડ ટીમના ગોહિલ ધ્રુવરાજસિંહ, બેસ્‍ટ નેટી તરીકે દરબાર ર્બોડિંગ ધંધુકાના ચુડાસમા મહાવીરસિંહ જ્‍યારે પ્‍લે ઓફ ટુર્નામેન્‍ટ તરીકે દરબાર ર્બોડિંગ ધંધુકાના જ બીજા એક ખેલાડી ઝાલા હરદીપસિંહ અને બેસ્‍ટ ડિફેન્‍ડર તરીકે જામ સ્‍પોર્ટ્‍સ ક્‍લબ જામનગરના જાડેજા શક્‍તિસિંહ રેફરીઓની નજરમાં સિલેક્‍ટ થયા હતા.       

  પાસિંગ તથા શૂટિંગ વોલીબોલની વિજેતા ટીમોમાં ચેમ્‍પિયન ટીમને રૂપિયા ૨૧૦૦૦ , પ્રથમ રનર્સ અપ ટીમને  ૧૫૫૫૧, સેકન્‍ડને ૧૧,૧૧૧ રોકડ પુરસ્‍કાર તેમજ શિલ્‍ડ મેડલ મહાનુભાવોના હસ્‍તે એનાયત કરી સન્‍માનવામાં આવ્‍યા હતા. સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતમાંથી રમવા આવેલી ક્ષત્રિય સમાજની ૨૪ થી વધુ ટીમના ખેલાડીઓને રહેવા, જમવા, ટ્રાન્‍સપોર્ટેશન સહિતની તમામ વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી. રાજકોટમાં સર્વ પ્રથમ વખત જ ક્ષત્રિય સમાજ ના રમતવીરો માટે થયેલા આયોજનને તમામ ટીમોએ અને આયોજનમાં ઉપસ્‍થિત રહેલા મહેમાનો તથા પ્રેક્ષકોએ બિરદાવ્‍યું હતું.  

ટુર્નામેન્‍ટને રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા તીર્થરાજસિંહ ગોહિલે શુભલક્ષ્મી એન્‍ટરપ્રાઈઝ દ્વારા સ્‍પોન્‍સર કરાઈ હતી. ટુર્નામેન્‍ટમાં બે દિવસ દરમિયાન સમાજના મહાનુભાવો ઠાકોરસાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ, રાજ્‍યના પૂર્વમંત્રી, ધારાસભ્‍ય શ્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ મંત્રી ધમેન્‍દ્રસિંહ (હકુભા) જાડેજા, ભાજપ પ્રદેશ અગ્રણી, પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સલર અર્જુનસિંહ રાણા, અખિલગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી.ટી.જાડેજા, ડોક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજા, ડોક્‍ટર જીગરસિંહ જાડેજા, આયકર અધિકારી દિવ્‍યરાજસિંહ જાડેજા, મહાપાલિકા સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ વાઘેલા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા અન્‍ય મહાનુભાવો હરિヘદ્રસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, પરબતસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા, આર.એમ.જાડેજા, જયદેવસિંહ જાડેજા(અકિલા), વિજયસિંહ ઝાલા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસ અધિકારીઓ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, કળષ્‍ણકુમારસિંહ ગોહિલ, રાજેન્‍દ્રસિંહ ઝાલા, નિવળત ડીવાયએસપી એ.પી.જાડેજા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. ટી.ગોહિલ, હરદેવસિંહ ગોહિલ, કે.કે.જાડેજા, પીએસઆઈ આર.કે.જાડેજા, બી.કે.જાડેજા અન્‍ય અગ્રણીઓ દૈવતસિંહ જાડેજા, નિર્મલસિંહ સરવૈયા, અશોકસિંહ વાઘેલા, દિગ્‍વિજયસિંહ જાડેજા હોટલ સયાજી, રાજદીપસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રમતગમત ક્ષેત્રે અનેરું પ્રદાન આપનાર જે.પી.જાડેજા (આમરા) સહિતના રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

 આવી ટુર્નામેન્‍ટથી સમાજમાં સ્‍પોર્ટસ સ્‍કીલ ડેવલપ થઈ હોવાનો ભાવ વ્‍યક્‍ત કરી આયોજનને બિરદાવ્‍યું હતું. ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ડિસ્‍ટ્રીક્‍ટ સ્‍પોર્ટસ ઓફિસર વી.પી.જાડેજાનું સંપૂર્ણ  માર્ગદર્શન, અથાગ મહેનત સાથે સિંહફાળો રહ્યો હતો. પ્રથમ વખત યોજાયેલી આ ટુર્નામેન્‍ટમાં શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલની સમગ્ર ટીમની સહિયારી મહેનત પણ રંગ લાવી હતી. આ તકે સંસ્‍થા દ્વારા આયોજનમાં મદદરૂપ બનનાર તમામનો આભાર વ્‍યક્‍ત કરાયો છે.

(1:53 PM IST)