News of Thursday, 13th March 2025
ખોરાણામાં ૧૮ વર્ષની ભારતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી
મુળ પાટણ પંથકનો પરિવાર ખેત મજૂરી કરે છેઃ દિકરીના આપઘાતથી પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: કુવાડવાના ખોરાણા ગામે રમેશભાઇની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ પાટણ પંથકના ભગાભાઇ વાઘેલાની દિકરી ભારતી (ઉ.વ.૧૮)એ ગત આઠમી તારીખે વાડીએ ઝેરી દવા પી લેતાં કુવાડવા સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ સવારે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આપઘાત કરનાર ભારતી ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે ભારતીને કોઇ તકલીફ નહોતી. તેણે આ પગલુ શા માટે ભર્યુ તેનાથી અમે પણ અજાણ છીએ. કુવાડવા રોડ પોલીસ મથકના લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી કારણ જાણવા તપાસ યથાવત રાખી હતી.
(4:35 PM IST)










