તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 13th March 2025
ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલા ધારાસભ્યને વિકાસના વધારાના કામોની ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયને આવકાર
મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા ડો.દર્શિતા શાહ

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મહિલા ધારાસભ્યો માટે તેના મત વિસ્તારમાં વિકાસના કામો માટે વધારાની ગ્રાન્ટની ફાળવણી કરવા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા ધારાસભ્યના મતવિસ્તારમાં રોડ રસ્તાના વિકાસના કામો માટે ર કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરેલ છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રત્યેક મહિલા ધારાસભ્ય દીઠ રૃ.ર.પ૦ લાખ કેચ ધ રેઇન અભિયાન માટે ઉપયોગમાં લઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરસાદી જળસંચય અને જળ સિંચન માટે દેશવાસીઓને કરેલ આહવાનને સાકર કરે તેવો અનુરોધ પણ કર્યો છે. ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ મહિલા ધારાસભ્યોને વિસ્તારના વિકાસના કામો માટેવધારાની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણને આવકારી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરેલ છે.(૩૬-૧૭)
(2:25 PM IST)










