<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ સહિતની માંગો લઈને NFIR -WRMSના બેનર હેઠળ સમગ્ર ભારતમાં રેલવે કર્મચારીઓ દ્વારા થશે ધરણા પ્રદર્શન

ઓખાથી લઇ સુરેન્‍દ્રનગર સુધીના રેલ્‍વે સ્‍ટેશનો ઉપર થશે વિરોધ પ્રદર્શનઃ હિરેન મહેતા

 રાજકોટ, તા., ૧૩ :  ૧-૧-૨૦૦૪ થી લાગુ કરાયેલી ન્‍યુ પેન્‍શન સ્‍કીમ ને રદ કરી નવી પેન્‍શન સ્‍કીમ લાગુ કરાવવા માટે સતત સંઘર્ષ  ના ભાગરૂપે નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન રેલવે મેન ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયા તથા વેસ્‍ટન રેલ્‍વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર.જી. કબરના નેતળત્‍વ હેઠળ સમગ્ર ભારતીય રેલવે કર્મચારીઓ દ્વારા વિવિધ સ્‍ટેશન ઉપર ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમ ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ, શ્રી હિરેન મહેતાની યાદીમાં જણાવાયું છે.

આ સાથે કર્મચારીઓની લાંબા સમયની વિવિધ માંગોને પણ જોડેલી છે જેના તરફ સરકારનું વલણ નકારાત્‍મક રહ્યું છે જેમ કે ઓપીએસ લાગુ કરો. એલ.ડી.સી ઓપન ટુ ઓલ લાગુ કરો. હાલમાં જ રેન્‍કર, એલ ડી સી કોટા પ્રમોશન તથા અન્‍ય પ્રમોશન રોકી દેવાયા છે તેની સીધી અસર કર્મચારીઓના આર્થિક ફાયદા ઉપર પડે છે તો તેનો વિરોધ દર્શાવવા તેમજ કામના કલાકો કાર્ય સ્‍થળની સ્‍થિતિઓ રેલવે કોલોનીની જર્જરીત સ્‍થિતિઓ જેવી વિવિધ માંગોને લઈને કર્મચારીઓ ધરણા કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરાવવા માટે એક પ્રખર ઉન્‍માદ અને આવેશ સાથે આંદોલનની તૈયારી દેખાઈ રહી છે કર્મચારીઓમાં આપ માંગને લઈ ખૂબ અસંતોષ અને નિરાશા દેખાઈ રહી છે ત્‍યારે વેસ્‍ટર્ન રેલવે મજબૂર સંઘના રાજકોટ ડિવિઝનના ઓખા થી લઇ દ્વારિકા ખંભાળિયા, હાપા ,જામનગર, પડધરી રાજકોટ વાંકાનેર મોરબી સુરેન્‍દ્રનગર જેવા મોટા સ્‍ટેશનો પર કર્મચારીઓ વેસ્‍ટન રેલવે મજૂર સંઘના નેતળત્‍વ શ્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરી આ માંગ અને પડતર પ્રશ્રેને નિરાકરણ કરાવવા માટે સંઘર્ષ કરશે. ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતા જણાવે છે કે જો કર્મચારીઓની આ માંગને લઈને સરકાર ગંભીરતાપૂર્વક પગલાંઓ નહીં લેશે તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવાની  અમારા સંગઠન દ્વારા તૈયારી છે.

  NPS /UPS રદ્‌ કરી OPS  લાગુ કરાવવા માટે ના વિરોધ પ્રદર્શન માટે હિરેન મહેતાની આગેવાની હેઠળ ડી. આર. સોઢા, અવની ઓઝા, મયુરસિંહ, ડી. એસ. શર્મા, ઈકબાલભાઈ,  કેતન જાની, રસુલ મલિક હરેશ અમદાવાદી,  એમ. કે. જાડેજા, એ. એસ. દવે, એલ. પી. યાદવ, યુવરાજસિંહ, એ.બી. સરવૈયા, જીતેન્‍દ્રકુમાર, અમિત ભાર્ગવ, હરિસિંહ ચૌધરી, સુદીપ મિશ્રા, હરદેવસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, ધમભા ઝાલા, ધવલસિંહ, શૈલેષ ભટ્ટ, ભૂપેન્‍દ્ર પંડ્‍યા, અભિષેક રંજન, સાથે મહિલા વિંગનાં ધર્મિષ્ઠા થોરીયા, પુષ્‍પા ડોડીયા, જયશ્રી સોલંકી, જ્‍યોતિ મહેતા, ધર્મિષ્ઠા પૈજા, દયા રાનોલીયા, દીના વ્‍યાસ, ફાલ્‍ગુની પરમાર, મનિષા દીક્ષિત, ફાલ્‍ગુની મહેતા, વિધિ મહેતા, નિર્મળા મકવાણા, ક્રિષ્‍ના ઓઝા, હેમાંગી વાડીયા, મિતાલી વ્‍યાસ, સંગીતા, સુમિતા, પુનિતા, દીપિકા સુરાણી વગેરે કટિબંધ બની રહ્યા છે.

(2:29 PM IST)