News of Thursday, 13th March 2025
હોળી-ધુળેટીની શુભેચ્છા પાઠવતા રામભાઈ મોકરીયા

રાજકોટ, તા. ૧૩: રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તમામ લોકોને ધૂળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ-પરંપરાનું પ્રાગટય એટલે હોળી... તહેવાર એક પરંતુ રંગ અનેક.. હોલીકાદહન... ધુલીકાવંદના... ધુળેટીનો તહેવાર એટલે મોજ મસ્તીનો તહેવાર. ફાગણ સુદ પૂનમ એટલે હોળી અને બીજો દિવસ એટલે ધૂળેટી. શાષામાં આ હોળી ધૂળેટી માટે વર્ણન છે તે મુજબ ‘માસાનામ ઉતમે માસે.. એટલે કે મહિનાઓમાં પણ ઉતમ માસ એટલે ફાગણ માસ અને આ ફાગણ મહિનામાં ઋતુ પણ બદલાય છે.
આ તહેવારની ખુશીમાં અબીલ ગુલાલ રંગ છાંટીને આનદ મનાવ્યો આમ હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત, સંગીત, અને નળત્ય છે. હોળીનો તહેવાર માટે પૂજ્ય પાંડુરંગ શાષાીજી સંદેશો આપે છેકે ‘પાપ .. જલાવો હોલિકામાં... ભરો પુણ્યની ઝોળી.. પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી... હોળીના તહેવાર આપણને સત્ય ઉપર વિજય અને ધર્મનો અધર્મ ઉપર વિજયનો સંદેશ આપે છે. આ દિવસે એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે. બીજા દિવસે ધુળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્ર તમામ લોકોને હોળી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી છે
(2:31 PM IST)










