News of Thursday, 13th March 2025
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગના મેળોઃ સ્ટોલ ધારકોને ૨૦ કરોડના ઓર્ડર મળ્યાં
મેળાના આયોજનથી સ્ટોલધારકો, ઉદ્યોગપતિઓએ વ્યકત કર્યો સંતોષઃ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રયાસોને બિરદાવ્યા

રાજકોટઃ આજી જીઆઇડીસી નજીક એનએસઆઇસી ગ્રાઉન્ડમાં યોજાયેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરાના જણાવ્યા મુજબ એકઝીબિશનમાં જોડાયેલા ઉદ્યોગકારોને તા.૧ર સુધીમાં ૨૦ કરોડ રૂપિયાના ઓર્ડર બુક થયા છે. એટલું જ નહીં શ્રીલંકાના નિકાસકારો સાથે પણ ખૂબ જ સારા કરાર થયા છે. વેપાર ઉદ્યોગના વિકાસની આ કામગીરીને સ્ટોલ ધારકોએ અને ઉદ્યોગકારોએ બિરદાવી હતી.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આ મેળો વિશ્વભરમાં વેપાર કરવા માટેનો છે.એક્સપોર્ટર માટે આ મેળો સોનેરી તક સમાન છે. રાજકોટના નાના-મોટા ધંધાર્થીઓને વિદેશ સાથે સીધો જ સંપર્ક કરાવે છે.આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ફોરેન ડેલિગેટ તમામ હાજરી આપી છે.સ્ટોલની વિઝીટ ફોરન ડેલિગેટ દ્વારા લેવામાં આવી છે.
હાલ રાજકોટમાં ઇન્ડસ્ટ્રી વિઝીટ ફોરેનિકેટ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ વધુમાં જણાવ્યું કે સ્ટોલ ધારકોને રૂપિયા ૨૦ કરોડના ઓર્ડર ફાઇનલ થયા છે જેમાં પ્રેમ એન્જિનિયરિંગ,એર કુલર,સનરાઈઝ ટ્રાન્સમિશન, ફેરો કોર્પોરેશન, કૈલાસ સુગરકેન સહિતના અનેકો સ્ટોલ ધારકોને ઓર્ડર મળી ચૂક્યા છે.એક્સપોર્ટ માટેની સોનેરી તક સ્ટોલ ધારકોને મળી છે.
૧૧ મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ખુલ્લો મુક્યો ત્યાર થી આજદિન સુધીમાં ૨ હજારથી વધુ વિઝીટરોએ મેળાની વિઝીટ કરી છે.આ મેળાનો મુખ્ય ઉદ્દેશ વિદેશના લોકો રાજકોટની ફેક્ટરીની મુલાકાત લેવા આવે અહીંની પ્રક્રિયાથી વાકેફ થાય જેથી એક વિશ્વસનીયતા બેસે છે.રાજકોટની પ્રોડક્ટની માંગ વિદેશોમાં વધી છે.ફોરન ડેલીગેટ ચાઇનાની પ્રોડક્ટ કરતા ઇન્ડિયાની પ્રોડક્ટ પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે રાજકોટ માટે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક ઉત્તમ તક છે. (૩પ.પ)
શ્રીલંકા બિલ્ડર એસોસિએશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે એમઓયુ
રાજકોટઃ શ્રીલંકાના બિલ્ડર એસોસિએશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે એમઓયુ સાઈન થયા છે. જેમાં શ્રીલંકાના બિલ્ડર એસોસિએશનને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ રો મટીરીયલથી માંડીને કન્સ્ટ્રક્શન મશીન સુધીની તમામ વસ્તુઓ એક્સપોર્ટ કરશે.આર્થિક ટર્નઓવર વધશે સાથોસાથ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને એમઓયુથી ખૂબ સારો ફાયદો થશે.
(2:37 PM IST)










