<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સસ્‍તા અનાજના દૂકાનદારોને પુરા વજનનો જથ્‍થો મળતો નથીઃ મીનીમમ કમીશનમાં પણ તંત્ર કશુ ઉકાળતુ નથી

વારંવાર સર્વર ડાઉન- ડબલ ફિંગર વેરીફાઇ- સહિતના મુદાઓ અંગે DSO ને આવેદન : દુકાનદારોના સુત્રોચ્‍ચાર- દેખાવોઃ કાર્ડ ભલે સાયલન્‍ટ કરો પણ તેને ૯૭ ટકા ગણતરીમાં ન લ્‍યો

રાજકોટ, તા., ૧૩ : શહેર ફેરપ્રાઇઝ શોપ એસો.એ સુત્રોચ્‍ચાર સાથે જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પત્ર પાઠવી રાજકોટ  શહેરના સસ્‍તા અનાજના પરવાનેદારોના પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવેલ કે, ગોડાઉનથી સસ્‍તા અનાજની દુકાને જે જથ્‍થો પહોંચાડવામાં આવે છે તે સમ-ભરતી કરેલ હોવા છતા પુરા વજનનો હોતો નથી.

સસ્‍તા અનાજના પરવાનેદારોને ડોર-સ્‍ટેપ ડીલીવરીના માધ્‍યમથી અનાજ દુકાન પર સમયસર મળતુ નથી અને પુરા વજનનું હોતુ નથી તેમજ આ જથ્‍થો ડોર સ્‍ટેપ ડીલીવરી કોન્‍ટ્રાકટરએ સસ્‍તા અનાજની દુકાનમાં સુવ્‍યવસ્‍થિત ગોઠવી આપવાની જવાબદારી હોવા છતા આવુ કરવા માટે અમારા દુકાનદારો પાસેથી રકમ માંગવામાં આવે છે.

છેલ્લા ત્રણ માસથી જે દુકાનદારોને મીનીમમ કમીશન રૂા. ર૦,૦૦૦ મેળવવા પાત્રતા ધરાવે છે. આ કમીશન મેળવવા માટેની ૯૭ ટકા વિતરણની શરત પુર્ણ કરેલ હોય છતા પણ કોઇ પણ કારણોસર તફાવતનું નુકશાન મેળવી શકતા નથી.

વારંવાર સર્વર ડાઉન હોવાની સમસ્‍યાના કારણે વિતરણમાં ખુબ જ મુશ્‍કેલી પડે છે. ગ્રાહકો સાથે તકરાર થાય છે. તથા કેન્‍દ્ર અને રાજય સરકારની અલગ અલગ જન્‍સીઓ માટે જુદા જુદા અલગથી બે વાર બાયોમેટ્રીક કેપ્‍ચર વેરીફાય કરવાના થતા હોઇ સર્વર પર લોડ વધે છે.

જે દુકાનદારો પાસે ઘઉં, ચોખા, ખાંડ વીગેરેનો જથ્‍થો ફિઝીકલ સ્‍ટોકમાં વધુ પ્રમાણમાં છે તેમનો નિકાલ કરવા વિનંતી છે.

ઘણા બધા એનએફએસએ કાર્ડધારકો લાંબા સમયથી સસ્‍તા અનાજની દુકાન ખાતે જથ્‍થો લેવા ન જવાના કારણે રેશનકાર્ડ અપલન્‍ટ થયેલ હતા. જે કાર્ડ ધારકો જથ્‍થો ન લેવાના કારણે દુકાનદારો ૯૭ ટકા વિતરણો પહોંચી શકતા નથી. અને મીનીમમ કમીશનથી વંચીત રહે છે. આ પ્રકારના રેશનકાર્ડને ફરી સાયલન્‍ટ કરવા, રદ કરવા અથવા તો ૯૭ ટકા પૈકી ગણતરીમાં ન લેવા માટે યોગ્‍ય કરવા વિનંતી છે.(૪.૧૬)

(3:19 PM IST)