<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

પતિને તેના ભાભી સાથેના સંબંધ બાબતે વિરોધ કરનાર અલ્‍પાબેન રાવલને ત્રાસ

ધારેશ્વર સોસાયટીમાં બનાવઃ મહિલાના પતિ જગદીશ રાવલ, જેઠ મહેશ રાવલ, જીતુ રાવલ અને જેઠાણી ગીતા રાવલ સામે ભકિતનગરમાં ફરિયાદ

રાજકોટ, તા.૧૩: શહેરના ઢેબર રોડ ધારેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાએ પતિના ભાભી સાથેના સંબંધનો વિરોધ કરતા પતિ, જેઠ અને જેઠાણી ત્રાસ આપતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઢેબરરોડ પર ધારેશ્વર સોસાયટીમાં રહેતા અલ્‍પાબેન જગદીશભાઇ રાવલ (ઉ.વ. ૩૬) એ. ભકિતનગર પોલીસ મથકમાં પતિ જગદીશ મનસુખભાઇ રાવલ, જેઠ મહેશ રાવલ તથા જીતુ રાવલ અને તેની પત્‍ની ગીતા રાવલ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે.

અલ્‍પાબનેે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પતિ જગદીશ એસ.ટી.વિભાગમાં નોકરી કરે છે. મારા બીજા લગ્ન છે જયારે પતિના  ત્રીજા લગ્ન છે.  ગત તા. ૧૧ ના રોજે સાસુની તિથિનું આયોજન કરતા હતા. ત્‍યારે સાસુની તિથિ જેઠના ઘરે રાખવાની હોવાનું નક્કી થયું હતું. દરમ્‍યાન જેઠે ઘરે આવીને કહયું કે તિથિમાં તારે આવવાનું નથી તેમ કહયું હતું મારા પતિને જેઠની પત્‍ની સાથે અફેર હોઇ જે બાબતે અગાઉ પણ પતિએ બોલાચાલી કરી હતી જે બાબતની જાણ જેઠને પણ છે. દરમ્‍યાન પતિ બંને જેઠ અને જેઠાણી ચારેયે મને કહેલ કે તારે તારા બનેવી સાથે અફેર છે. તેવા શબ્‍દો બોલી મને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા તેથી કંટાળી જઇ મારા ઘરે ફીનાઇલની ગોળીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદ મને નજીકના દવાખાતે ખસેડાયા બાદ વધુ સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે. આ અંગે અલ્‍પાબેને ભકિતનગર પોલીસ ᅠમથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ ધર્મેશભાઇએ તપાસ હાથધરી છે. (૩.૨૦)

(3:20 PM IST)