<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં એસીબીની ટ્રેપ : પાંચ હજારની લાંચ લેતા કલાર્ક ઝડપાયો

સેમેસ્‍ટર-૬ના એટીકેટીના વિદ્યાર્થી પાસે લેઇટ ફોર્મ ભરવા માટે માંગેલી લાંચ હાથોહાથ સ્‍વીકારતા એન્‍ટીકરપ્‍શન વિભાગે દબોચી લીધો

રાજકોટ, તા., ૧૩: આજે બપોરે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે એન્‍ટીકરપ્‍શન બ્‍યુરો દ્વારા ગોઠવાયેલા છટકામાં લાંચ લેતા રંગે હાથ કરાર આધારીત કલાર્કને ઝડપી લેવાયો હતો.

એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલને મળેલી ફરીયાદ અંતર્ગત પીઆઇ પી.એ.દેકાવાડીયા અને સ્‍ટાફે ટ્રેપ ગોઠવી હતી જેમાં હિરેન જગદીશભાઇ પદવાણી નામનો કોન્‍ટ્રેકટ બેઇઝ કર્મચારી ઝડપાઇ ગયો હતો.

એસીબીને એવી ફરીયાદ મળી હતી કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્‍ટર-૬માં એટીકેટી સોલ્‍વ કરવા પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થી પાસેથી લેઇટ ફી સાથે ફોર્મ સ્‍વીકારવા બદલ આ વિભાગના કલાર્ક હિરેન  જગદીશભાઇ પદવાણીએ રૂા. પાંચ હજારની લાંચ માંગી છે. ફરીયાદી સાથે એન્‍ટી કરપ્‍શન વિભાગે વાતચીત કરી ગુપ્તરાહે પરીક્ષા વિભાગમાં છટકુ ગોઠવ્‍યું હતું. જેમાં ફરીયાદી પાસેથી પાંચ હજાર રૂપીયાની લાંચ લેતા રંગે હાથ રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરનાર કર્મચારીને ઝડપી લેવાયો હતો.

(3:21 PM IST)