News of Thursday, 13th March 2025
દેવપરામાં ૭૦ વર્ષના પ્રવિણસિંહ વાઘેલાનું બેભાન મળ્યા બાદ મૃત્યુ
દવા પીધાની શંકા વ્યક્ત થતાં પોસ્ટમોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ દેવપરા શાકમાર્કેટ રોડ પર સિંદુરીયા ખાણ નજીક રહેતાં પ્રવિણસિંહ રાસુભા વાઘેલા (ઉ.વ.૭૦) ઘરમાંથી બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરાયા હતાં. તેમણે દવા પીધાની શંકા જણાતાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં ભક્તિનગરના પીએસઆઇ સી. ડી. અજોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૧૦)
(3:22 PM IST)










