News of Thursday, 13th March 2025
આગામી ૧૮મીએ રાજકોટ સીટી પ્રાંત-૨નું અપીલ કેસો અંગે મેગા બોર્ડઃ કુલ ૬૩ કેસો અંગે સૂનાવણી
સવારે પ્રથમ બોર્ડમાં ૩૭ તથા બપોર બાદ-૨૬ કેસો મૂકાશેઃ અનેક પ્રકારના કેસો લેવાયા

રાજકોટ તા.૧૩: :રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં માર્ગદર્શન તળે અપીલ કેસોનાં નિકાલની ઝુંબેશની કામગીરીનાં ભાગરૂપે રાજકોટ શહેર-૨ પ્રાંત કચેરી ખાતે ચાલી રહેલ અપીલ કેસોની સુનાવણી માટે તા. ૧૮/૦૩/૨૦૨૫ નાં રોજ મેગાબોર્ડનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં કુલ - ૬૩ કેસોનો સમાવેશ કરવામાં આવેલ છે. સવારે ૧૨-૦૦ કલાકથી શરૂ થનાર પ્રથમ બોર્ડમાં કુલ - ૩૭ કેસો તેમજ બપોરનાં ૩-૩૦ થી શરૂ થનાર બીજા બોર્ડમાં કુલ - ૨૬ કેસોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કેસબોર્ડમાં આર.આર.ટી. અપીલ, મામ.કોર્ટ રીવીઝન, શરતભંગ અંગેનાં કેસ, આર.ટી.આઇ. અપીલ જેવા કેસોનો સમાવેશ કરવામાં આવેલ છે
(4:35 PM IST)










