<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણી સૂપેરે પાડ પાડનાર કલેકટર પ્રભવ જોષીનું દિલ્‍હીમાં સન્‍માનઃ દેશ લેવલે નોંધ

કો.ઓપરેટીવ ઓથોરીટી દ્વારા કામગીરી બીરદાવાઇઃ ચુંટણીની તમામ પ્રક્રિયા કાબીલેદાદ હતી

રાજકોટ તા.૧૩: તાજેતરમાં થોડા માસ પહેલા ભારતની મલ્‍ટી શેડયુઅલ બેંક રાજકોટ નાગરીક બેંકની ડિરેકટરોની સામાન્‍ય ચુંટણી યોજાઇ હતી, તેમાં જયોતીન્‍દ્રમામા જુથ અને કલ્‍પક મણીયાર જુથ બંને સામસામે હતા, ચુંટણીમાં ભારે વિવાદ થયા હતા, રાજકોટ કલેકટરને આ ચુંટણી અંગે રીર્ટનીંગ ઓફીસર તરીકે દેશની કો.ઓપરેટીવ ઓથોરીટીના ચુંટણીપંચે કામગીરી સોંપી હતી.

રાજકોટ નાગરીક સહકારી બેંકની આ ચુંટણી યોજાઇ અને તેમાં તમામ કામગીરી સૂપેરે પાર પાડનાર રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીનું તાજેતરમાં કો.ઓપરેટીવએ દિલ્‍હી ખાતે ભવ્‍ય સન્‍માન કર્યું હતું, તમામ કામગીરી બિરદાવાઇ હતી, કલેકટરના સૂપરવીઝનની દેશ લેવલે નોંધ લેવાઇ હતી, ખાસ કરીને મતદારયાદી, કંન્‍ટ્રોલરૂમ, મતદાન મથકોનું વેબ કાસ્‍ટીંગ, મહિલા મતદાન મથક, સ્‍ટાર રેન્‍ડેમાઇઝેશન  અને ગણતરી વિગેરે પ્રક્રિયા સફળતમ રહી હતી.

કલેકટરે સમગ્ર ચુંટણી પ્રક્રિયાનું પ્રેઝન્‍ટેશન કર્યું હતું, સચિવ કક્ષામાં અધીકારીઓ ઉપરાંત રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન, જનરલ મેનેજર ખાસ ઉપસ્‍થિત રહયા હતા

(3:27 PM IST)