તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 13th March 2025
પીડીયુ મેડિકલ કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ સેમિનાર શહેર એસઓજી દ્વારા યોજાયો

રાજકોટઃ નશામુક્ત ભારત અભિયાન હેઠળ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતનું. જેમાં ૨૫૦ છાત્રોએ ભાગ લીધો હતો. સેમિનારમાં છાત્રોને ડ્રગ્સના સેવનના કારણે થતાં આર્થિક, સામાજીક, શારીરિક પતન અને દેશને થતાં નુકસાન અંગે માહિતી તથા માર્ગદર્શન અપાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત આ આયોજન કરાયું હતું. એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, મેડીસિન વિભાગના પ્રોફેસર ડો. ત્રાંબડીયા, મહિલા કોલેજના વ્યાખ્યાતા મીનુ જસદણવાલા તેમજ એસઓજીના એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. અનોપસિંહ ઝાલા સહિતના હજાર રહ્યા હતાં.
(3:28 PM IST)










