News of Thursday, 13th March 2025
કવિ સંમેલનમાં હાસ્યના રંગો ઉડયા : લોકો રંગાયા
મનપા દ્વારા ધુળેટી તહેવારની ઉજવણી અંતર્ગત હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાયું ઉદઘાટન બાદ મોટા ભાગના આગેવાનો, પદાધિકારીઓએ ચાલતી પડી : કોર્પોરેટરોની પાંખી હાજરી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા હોળી-ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન' ‘હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ' કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૦૮:૩૦ કલાકે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સહિતના મહાનુભાવોના હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મહેશ જાની, શ્રી એચ.આર. પટેલ, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ હિન્દી હાસ્ય કવિ સંમેલન ‘હોલી કે રંગ હાસ્ય રસ કે સંગ'માં કવિઓ સુરેશ અલબેલા (મુંબઈ-મહારાષ્ટ્ર)લાફ્ટર ચેમ્પિયન, મુન્ના બેટરી (મંદસૌર-મધ્ય પ્રદેશ)લાફ્ટર જેનરે.(શૈલી), મનોહર મનોજ (કટની-મધ્ય પ્રદેશ)હાસ્ય સમ્રાટ, ખુશ્બુ શર્મા (ન્યુ દિલ્હી)કવિતા અને ગઝલ, હિમાંશુ બવંડર (ઉજ્જૈન-મધ્ય પ્રદેશ)લાફ્ટર જેનરે.(શૈલી), સુમિત મિશ્રા (ઓરછા-મધ્ય પ્રદેશ)દેશભક્તિ, વીરરસ વગેરેએ પોતાની વાણીથી શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતા પીરસી અને હસાવ્યા હતા. કાર્યક્રમના શુભારંભમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ, ત્યારબાદ શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ, પુષ્પ અને ખાદીના રૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોનું સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. રેસકોર્ષ ખાતે યોજાયેલ હિન્દી હાસ્ય કવિ સંમેલન ‘હોલી કે રંગ હાસ્ય રસ કે સંગ'માં શહેરીજનો, યુવાઓ અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કાર્યક્રમ માણ્યો હતો
(3:58 PM IST)










