<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પપ વર્ષમાં એસીબીનો પ્રથમ શિકાર

લોકમુખે ઉઠતી ભ્રષ્‍ટાચારની હજારો ફરીયાદ વચ્‍ચે એસીબીએ રંગે હાથ ઝડપી લીધાનો પ્રથમ બનાવ

રાજકોટ, તા., ૧૩: સૌરાષ્‍ટ્રનું ઉચ્‍ચ શિક્ષણધામ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ દાયકામાં ન બની હોય તેવી ઘટના આજે બની છે. બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આજે પરીક્ષા વિભાગનો કર્મચારી રૂા. પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ એન્‍ટીકરપ્‍શન બ્‍યુરોના હાથે રંગે હાથ  ઝડપાઇ જતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

 બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સતત વિવાદમાં રહે છે. પ્રશ્નપત્ર ફુટવાની ઘટના બેફામ પરીક્ષાચોરીની ઘટના કર્મચારીઓની જોહુકમી અગાઉ અનેક વિવાદો થયા હતા. પરંતુ આજે હિરેન પદવાણી નામનો કર્મચારી રૂા. પાંચ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્‍ટાચારની લોકમુખે ઉઠતી હજારો ફરીયાદ લાંચ રૂશ્વત વિભાગને મળી છે. પરંતુ તેમાં કોઇ પુરાવા કે હકિકત લક્ષી ન હોય ફરીયાદ માત્ર કાગળ પુરતી  જ સીમીત રહી છે. પરંતુ આજે સેમેસ્‍ટરની પરીક્ષાનું ફોર્મ ભરવાના રૂા.પાંચ હજાર માંગતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે.

(3:51 PM IST)