તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Thursday, 13th March 2025
ધૂળેટીનો તહેવાર સામાજીક મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક
શહેરીજનોને 'હોળી-ધૂળેટી'ના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ :શહેરીજનોને 'હોળી-ધૂળેટી'નું આ પાવન પર્વ, કેમિકલયુકત કલરને બદલે અબીલ-ગુલાલ, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા શાસકોની અપીલ

રાજકોટઃ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, શહેરીજનોને હોળી-ધૂળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, હોળીને રંગોનો તહેવાર 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે ઓળખવામાં આવે છે. હોળી ફાગણ માસની પુનમનાં રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાની 'હોળી' બનાવવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો 'હોળી'ની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ધાણી, ખજુર વગેરે પવિત્ર વસ્તુઓથી પૂજન કરે છે.
'હોળી-ધૂળેટી'ના પાવન પર્વના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હોળી દહન એ વાતનું પ્રતિક છે કે, માણસ પોતાના મનના ખરાબ વિચાર, અભિમાન, અહંકાર, કુ-રિવાજો, માન્યતાઓ, જીદ વગેરેને હોળીની આગની અંદર હોમી દેવાથી પોતાનું મન નિર્મળ અને પ્રફુલ્લિત બને છે અને પોતાનું જીવન હર્ષ અને ઉલ્લાસથી માણી શકે છે. ધૂળેટીનો તહેવાર સામાજીક મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરીજનોને 'હોળી-ધૂળેટી'નું આ પાવન પર્વ, કેમિકલયુકત કલરને બદલે અબીલ-ગુલાલ, કુદરતી રંગો-સ્વદેશી રંગો, અને ફૂલોનો ઉપયોગ કરી, કચરો કચરાપેટીમા નાખી, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી, હર્ષો-ઉલ્લાસ સાથે ઉમંગભેર ઉજવે તેવી અપીલ સહ 'હોળી-ધૂળેટી'ના પાવન પર્વે ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે. (૩.૧૮)
(3:55 PM IST)










