News of Thursday, 13th March 2025
ધાણી-દાળીયા-ખજુર સહિતના ર૭ નમુના લેવાયાઃ ૩પ કિલો અખાદ્ય ચોકલેટનો નાશ
મોચી બજારની તુલશી એન્ટરપ્રાઇઝમાંથી એકસપાયરી ડેટ વિતેલ કન્ફેકશનરીનો જથ્થો મળી આવ્યોઃ ફુડ શાખાની કાર્યવાહી :મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગઃ ૧પને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ, તા. ૧૩ : મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો-વેચાણ કર્તાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોચી બજાર વિસ્તારમાંથી ૩પ કિલો અખાદ્ય કન્ફેશનરીનો જથ્થો મળી આવતા નાશ કરાયો હતો. ઉપરાંત માંડા ડુંગર વિસ્તારના ૧પ ખાણી-પીણીના વેપારીઓને લાઇસન્સ અંગે સૂચના અપાઇ હતી. જયારે હોળીના તહેવારોને ધ્યાનમાં રાખી ખજુર, ધાણી,દાળીયા, કેન્ડી ચોકલેટ સહિતના ર૭ નમુના લેવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોચી બજાર ચોક, પોસ્ટ ઓફિસ સામે, મુકામે આવેલ ૅતુલશી એન્ટરપ્રાઇઝૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એકસપાયરી ડેટ વીતેલ ચોકલેટ, ચોકો બોલ્સ કપ તથા સાકરિયા વગેરે મળીને અંદાજીત ૩૫ કિ.ગ્રા. અખાદ્ય કન્ફેશનરીનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે શહેરના આજીડેમ- માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં મિલન ખમણ, ભેરુનાથ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, ચામુંડા ફરસાણ, શ્રીનાથ કુલ્ફી, રોનક ચાઇનીઝ પંજાબી, ખુશી ફ્લોર મીલ, યશવી પ્રોવિઝન સ્ટોર, બાલાજી ખમણ, ગુનગુન પાણીપુરી, શુભમ ડેરી ફાર્મ, માલધારી ડેરી ફાર્મ, રાધે શ્યામ છોલે ભટુરે, શ્યામ જનરલ સ્ટોર, ભગીરથ ઘૂઘરાને -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ર૭ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ તહેવારોને અનુલક્ષીને ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કુલ ૨૭ નમૂના લેવામાં આવેલ જેમાં
જાયદી ખજૂર (લુઝ) અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ, પરાબજાર ગોળપીઠ, જાયદી ખજૂર (લુઝ) શ્રી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, પરાબજાર ગોળપીઠ પાસે, જાયદી ખજૂર (લુઝ) જિગ્નેશ ટ્રેડર્સ, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, કબ કબ ખજૂર (લુઝ) આઈશ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, જાયદી ખજૂર (લુઝ) મે. અજયભાઇ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, ધાણી (લુઝ) સુનિલભાઈ ફૂલવાળા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, ધાણી (લુઝ) રાજ સેલ્સ એજન્સી, પરાબજાર મેઇન રોડ, દાળિયા (લુઝ) રાજ સેલ્સ એજન્સી, પરાબજાર મેઇન રોડ, ઈરાની ખજૂર (લુઝ) ગોકુલ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળપીઠ, KIMIA MAZAFATI DATES (550 GM PKD) અબ્દુલઅલી હસનભાઇ ગાંધી, એમ.જી. રોડ પરાબજાર, દાણાપીઠ કોર્નર, કબકબ ખજૂર (લુઝ) જયદીપ ટ્રેડર્સ, પરાબજાર, ગોળ પીઠ, ડીપ ગોલ્ડ સીડલેરશ ડેપ્સ (પ૦૦ ગ્રામ પેકડ) મે. ઈસ્માઈલ શેખભાઇ એન્ડ સન્સ, પરાબજાર, ધાણી (લુઝ) અન્નપૃર્ણા ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, અમૃત સીડલેસ ડપ્સ (પ૦૦ગ્રામ પેક) અન્નપૃર્ણા ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, પીળા ફોલવા દાળિયા (લુઝ) આર.કે. ટ્રેડર્સ, જે.પી.ના ડેલામાં, પરાબજાર, મસાલા દાળિયા (લુઝ) આર.કે. ટ્રેડર્સ, જે.પી.ના ડેલામાં, પરાબજાર, હારડા (લુઝ) રોયલ ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, હારડા (લુઝ) સ્થળ - જિગ્નેશ ટ્રેડર્સ, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, હારડા (લુઝ) સ્થળ - આઈશ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, સમી સ્ટ્રોઝોન સ્ટ્રોબરી ફલેવર કેન્ડી (૩૦૦ ગ્રામ પેક) વી.એચ.માર્કેટિંગ, ૩-૪ સદગુરુનગર, કુવાડવા રોડ, .
નેસ્લે કીટ કેટ ડાર્ક ચોરલેટ કોટેડ વેફર (૧પ૦ ગ્રામ પેક) એ.એ. માર્કેટિંગ, ૫- લાતી પ્લોટ કોર્નર,
નેસ્લે કલાસી મીલ્ક ચોકલેટ (૧પ૦ ગ્રામ પેક) એ.એ. માર્કેટિંગ, ૫- લાતી પ્લોટ કોર્નર, .
કેડબરી ડેરી મીલ્ક સીલ્ક હેઝલનટ ચોકલેટ (૧૪૩ ગ્રામ પેક) દ્વારકેશ માર્કેટિંગ, દ્વારકેશ પ્લાઝા, ૯- પંચનાથ પ્લોટ,
કેડબરી ટેમ્પટેશન આરએમ એન્ડ રાઇસીન ચોકલેટ (૭૦ ગ્રામ પેક) દ્વારકેશ માર્કેટિંગ, દ્વારકેશ પ્લાઝા, ૯- પંચનાથ પ્લોટ, .
SUMICO JOYOUS ASSORTED MILK CHOCOLATE (275 GM PKD BOX) વી.એચ.માર્કેટિંગ, ૩-૪ સદગુરુનગર, કુવાડવા રોડ, .
ઓરીયા સ્ટીક ચોકલેટ (લુઝ) પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (ધ ચોકલેટ રૃમ) રીલાયન્સ માર્કેટ બીજો માળ, ૧૫૦ઁ રિંગ રોડ, ચોકલેટ લોલીપોપ (લુઝ) પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (ધ ચોકલેટ રૃમ) રીલાયન્સ માર્કેટ બીજો માળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, ખાતેથી નમુના લેવાની ફૂડ શાખા દ્વારા કાર્યાવહી કરવામાં આવી હતી.
(4:33 PM IST)










