<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

હોળી-ધુળેટીનો ઉમંગ છવાયો

 આજે ફાગણ માસની પૂનમની હોળી પ્રાગટય પર્વ તરીકે ઉજવણી થશે. શહેરભરમાં ચોકે ચોકે છાણાની ગોઠવણી કરી હોળીની સજાવટ કરવા આખરી તૈયારીઓ ચાલી રહી છે. સાંજે હોળી પ્રગટાવી લોકો પ્રદક્ષિણાનો લાભ લેશે. હોળીની જાર કઇ દિશામાં જાય છે તેના આધારે આખા વર્ષના વરતારા પણ કાઢવામાં આવશે. કાલે ધૂળેટી મનાવવામાં આવશે. આ માટે રંગ બજારમાં પણ છેલી ઘડીની રોનક જોવા મળી રહી છે. રંગ અને પીચકારી સહીતના આર્ટીકલો બજારોમાં ગોઠવાઇ ગયા છે. ખજુર ધાણી દાળીયાની પણ હોબેશ ખરીદી આજે થઇ છે. તો શાળાઓમાં આજે પૂર્વ દિવસે જ ધુળેટી મનાવવામાં આવી હતી તેની પ્રતિતિરૃપ તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર :  સંદીપ બગથરીયા) (૧૬.૨)

(4:02 PM IST)