News of Thursday, 13th March 2025
મારા રર મહિનાના પ્રમુખપદના કાર્યકાળમાં નાનામા નાના કાર્યકરોને સાથે રાખી પદની ગરિમાને સન્માન જાળવવાનો પ્રયાસ કર્યો
ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકે કાર્ય કરવાની જવાબદારી સોંપી હતી એ મારા માટે સન્માન અને ગૌરવની વાત છેઃ મુકેશ દોશી

રાજકોટઃ શહેરના પ્રમુખ તરીકે તેમની રર મહિનાની કામગીરીની આછેરી ઝલક વર્ણવતા મુકેશભાઇ દોશીએ એક યાદીમાં જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરી દ્વારા મારા ઉપર વિશ્વાસ દાખવી રર મહિના પહેલા રપ મી મે ર૦ર૩ ના રોજ વિશાળ સંખ્યા ઉપસ્થિત કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના લાગણીભીના સાથ-સહકાર અને આર્શીવાદ સાથે વિવિવત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીનો ચાર્જ સંભાળેલ હતો.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મુજબ સોંપવામાં આવેલ જવાબદારી અને કામગીરી નિષ્ઠાપૂર્વક અને પાર્ટીની વિચારધારાને વફાદાર રહીને નાનામાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખીને પદની ગરિમાને વધુ સન્માન બક્ષવાનો જ પ્રયાસ કર્યો છે. મારા પ્રમુખ પદના સફળ નેતૃત્વના રર મહિનાનો કાર્યકાળ એ મારા સાથી મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેર ભાજપની સમગ્ર ટીમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહયો છે. આ તકે હુ હૃદયથી તેમનો આભારી છું
રાજકોટ શહેરના તમામ વોર્ડના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક અને સંવાદ કરવા માટે વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અંદાજીત પ હજારથી વધુ કાર્યકર્તાને મળીને સંગઠનને વધુ મજબુત કરવા પ્રયાસ કરેલ છે. પ્રમુખ તરીકેના મારા કાર્યકાળમાં રાજકોટ શહેરના રાજકીય, સામાજીક, વ્યાપારીક, શૈક્ષણિક અને ઉદ્યોગ સહિતના તમામ શ્રેણીના આગેવાનો તેમજ દરેકસમાજ અને જ્ઞાતિના લોકોનો ઉમળકાભર્યો સાથ અને સહકાર તો હંમેશા મળ્યો જ છે. સાથો-સાથ સાધુ સંતો અને મહંતોના અંતરથી આર્શિવાદ મેળવી સમાજ જીવનનું અને ભારતીય જનતા પાર્ટીના અદનાસેવક તરીકે સર્વ સ્વીકૃત વ્યકિતત્વ બનાવવાનું સૌભાગ્ય -ાપ્ત થવું એ મારા માટે આનંદ અને ગૌરવની વાત હોવાનું જણાવેલ.
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકેના મારા કાર્યો અને સંસ્મરણોની વાત કરીએ તો રાજકોટ શહેર એ ભાજપની વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓના મજબુત સંગઠનનું છે એ વાત સાચા અર્થમાં ફળીભુત અને સચિતાર્થ કરી દીધી છે અને તેની પ્રદેશ કક્ષાએ વારંવાર નોંધ પણ લેવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણથતાં એક માસ સુધી જનસંપર્ક અભિયાન, સંપર્ક સે સમર્થન અને મહાસંપર્ક અભિયાન તેમજ 'માયનેકસ્ટ વોટ ફોર મોદી' અભિયાન યોજેલ. નવયુવાન મતદારોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા માટે દરેક વોર્ડમાં 'ઘર ઘર સંપર્ક' અભિયાન હાથ ધરેલ હતું. રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ અનુસુચિત જનજાતીના મોરચાની નિમણુંક કરવાનો શ્રેય મને મળ્યો હતો. રાજકોટ શહેર ભાજપ કમલમકાર્યાલય ખાતે રમતગમત, સંગીત અને નાટય અને કલા, નેશનલ સર્વીસ સ્કીમ ના વિદ્યાર્થીઓ, પૂર્વ સૈનિકોના પરિવાર, શહિદ સૈનિકોના પરિવાર, રાજકોટ નાગરિક સહકારી બેંકના નિવૃત્ત કર્મચારીઓ તેમજ હોદ્દેદારોને આમંત્રિત કરી અને ભાજપની વિચારધારા સાથે જોડવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરેલ છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા રાજકોટના રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લિખીત ''માડી ગરબો'' કાર્યક્રમનું અદ્દભુત અને જાજરમાન આયોજન જેમાં એક લાખ પચ્ચીસ હજારખેલૈયાઓએ ઉત્સાહભેર ટ્રેડીશનલ વેશભુષામાં ભાગ લીધો હતો અને એક નવો કીર્તીમાન રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો જેની લીમકા બુક ઓફ રેકોર્ડસમાં નોંધ લેવામાં આવી છે.
રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાસાહેબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની તીરંગાયાત્રામાં વિશાળ જનમેદની તેમજ એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ,
લોકસભા-૨૦૨૪ ચુંટણીમાં તમામ એકઝીટ પોલ અને રાજકીય વિશ્લેષકોના દાવાઓને ખોટાપાડી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઇ રૃપાલાને ૪.૫૦ લાખથી વધુની જંગી બહુમતીથી વિજેતા બનાવવામાં પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની સંગઠન શકિત અને સૌ કાર્યકર્તાતથા વિવિધ સમાજને સાથે રાખીને સંગઠનશકિતનો પરિચય કરાવ્યો હતો, રાજકોટ શહેર એ ભાજપનોગઢ છે ફરી એકવાર -સ્થાપિત કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીબે-બે સભા અને રોડ શો માં વિશાળ જનમેદની માટે વિવિધ સમાજ આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસીએશન સાથે બેઠક કરી તેમને મોદીસાહેબની સભામાં ઉપસ્થિત રાખી જાજરમાન કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવાની અનેરીતક અને વડાપ્રધાન તેમજ પ્રદેશ ભાજપની પ્રસંશા મેળવવાનું પણ અહોભાગ્ય પ્રાપ્ત થયું.
અયોધ્યામાં રામ મંદિરનાપ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અધ્યતનઅયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતી તથા રામ ભગવાનની પાદુકા પૂજન માટે રથનું નિર્માણ પણ કરવામાં આવેલ આ રથનું પ્રસ્થાન પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે રથમાં રામ ભગવાનનાપાદુકાના પૂજન અર્ચન કરી રથને પ્રસ્થાન કરવામાં આવેલ હતો, આ અયોધ્યા રથને શહેરમાંથીઅભુતપૂર્વ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રદેશ ભાજપની સુચના અનુસાર ૧૦હજાર નમો એપ ડાઉનલોડ કરાવી, સદસ્યતા અભિયાન-૨૦૨૪ માં નિયત સમય મર્યાદામાં પાંચ લાખ ત્રીસ હજાર જેટલા પ્રાથિમક સભ્યોની નોંધણી, રાજકોટમહાનગરમાં ૨૫૮૮ સક્રિય સભ્યોની નોંધણી, સંગઠન પર્વ-૨૦૨૪ અંતર્ગત રાજકોટ મહાનગરના કુલ૯૮૪ બુથની બુથ સમિતિઓ સરલ એપમાં નોંધણી કરી આપેલ આ તમામ કામગરીમાં રાજકોટ મહાનગરે અગ્રીમ સ્થાન હાંસલ કરેલ હતું. જેને પ્રદેશ ભાજપ દ્વારા વખતોવખત બિરદાવવામાં પણઆવેલ છે.
મારા પ્રમુખ તરીકેના ૨૨ મહિનાના કાર્યકાળ દરમ્યિાન મને નામી અનામી હજારો કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અને સમાજના અસંખ્ય શુભેચ્છકોનો હંમેશા સાથ અને સહકારમળ્યો હતો તેથી જ મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ જવાબદારી સફળતા પૂર્વક નિભાવી શકયો છું હું મારા આ બધા સફળતાના સાથીઓને નત મસ્તક વંદન કરી તેમના પ્રત્યેઆભારની લાગણી વ્યકત કરું છું અને આશા રાખું છું કે જીવનના આગામી તબકકામાં પણ મને જયારેપણ તમારા સાથ અને સહકારની જરૃર પડશે તો તમે બધા મારી સાથે ખભેખભો મીલાવીઅંતઃકરણપૂર્વક સાથે રહેશો. તેમ મુકેશભાઇ દોશીએ યાદીના અંતમાં જણાવ્યુ છે. (૩૬-૧પ)
(4:35 PM IST)










