News of Friday, 14th March 2025
કોંગ્રેસના કાર્યકરોને તેમના નેતા ઉપર જ ભરોસો નથીઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી હતી. તેઓએ આ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતા ઉપર ભરોસો નથી તે પાર્ટી કોઇ દિવસ ટકી ના શકે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. દરમિયાન વિજયભાઇએ પરિવારજનો, કાર્યકરો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:05 PM IST)










