News of Saturday, 15th March 2025
કાલે રવિવારે ‘થ્રી ડાયમન્ડસ ઓફ ગોલ્ડન એરા'
છ વર્ષ બાદ સુરમંદિર રાજકોટ દ્વારા બોલીવૂડના ગોલ્ડન એરાના સુવિખ્યાત પાર્શ્વગાયકોના યાદગાર ગીતોનો કાર્યક્રમ સંજય લોઢીયા, ઘનશ્યામ રાવલ, પરેશ દવેરા અને ધ્વનિ મુલે દ્વારા મહોમ્મદ રફી, મુકેશજી, કિશોરદા, લતાજી, આશાજીના ગીતો રજૂ કરાશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ શહેરની અગ્રણી કલાસંસ્થા સુરમંદિર રાજકોટ દ્વારા ઘણા લાંબા સમય પછી બોલીવુડના ગોલ્ડન એરાના સુવિખ્યાત પાર્શ્વગાયકો, મહમદ રફી, મુકેશજી અને કિશોરકુમારના યાદગાર ગીતોનો કાર્યક્રમ ‘‘થ્રી ડાયમન્ડસ ઓફ ગોલ્ડન એરા'' આવતીકાલે તા.૧૬ રવિવારના રાત્રે ૯:૩૦ કલાકે સ્વ.હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાયેલ છે.
આ કાર્યક્રમમાં વોઇસ ઓફ રફી તરીકે શ્રી સંજય લોઢીયા, વોઇસ ઓફ મુકેશ તરીકે શ્રી ઘનશ્યામ રાવલ તથા વોઇસ ઓફ કિશોરકુમાર શ્રી પરેશ દવેરા પોતાના ગીતો રજૂ કરશે. સાથમાં સુવિખ્યાત ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ ધ્વનિ મૂલે (બરોડા) લતાજી-આશાજીના ગીતોની પ્રસ્તુતિ કરશે. ઉદ્ઘોષક તરીકે શ્રી અભિષેક શર્મા પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરશે. ઓસ્કેસ્ટ્રામાં રાજકોટના સુવિખ્યાત તુષાર ગોસાઇની ટીમ જમાવટ કરશે. જેબીએલ સાઉન્ડ સીસ્ટમ્સ દમામ સાઉન્ડ હાતીમઅલી પુરી પાડશે.
લગભગ છ વર્ષ બાદ સુરમંદિર ક્લબના પ્રણેતા શ્રી ઘનશ્યામ રાવલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયેલ છે.
કાર્યક્રમના મહેમાનો તરીકે આશિષભાઇ ટાંક, પ્રતાપભાઇ પટેલ, ભરતભાઇ જોગી, ડો.મૂકેશ પોરવાલ, જીતેન્દ્ર ઠકરાર, દર્શીતભાઇ ચોકસી આર.પી.જોશી સાહેબ, તથા સુરેશભાઇ મારૂ ખાસ ઉપસ્થિત રહેશે. શુભેચ્છકોમાં શ્રી મૂલચંદબાપુ, શ્રી વિષ્ણુપ્રસાદ એ, પ્રોફ.એચ.પી.પટેલ ગણેશભાઇ ઠુંમર, ગીરધરભાઇ સોરઠીયા, કિરીટભાઇ પરમાર તથા સ્ટાર સિંગર્સ ગ્રુપના તમામ કલાકારોનો સહયોગ મળ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમ રાજકોટની કલાસિક જનતાને મળે એ હેતુથી લાઇનથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે
(3:21 PM IST)










