<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ઘોઘાવદરમાં હુમલામાં ઘવાયેલા શાપરના રાજ પરમારનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

૧૧મીએ ધરમની બહેનની માથાકુટના સમાધાનમાં ગયો ત્‍યારે કુહાડીના ઘા ઝીંકાયા હતાં: આરોપી ન પકડાય ત્‍યાં સુધી લાશ ન સંભાળવા નિર્ણયઃ ૪ માસની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: શાપર વેરાવળમાં શાંતિધામમાં રહેતાં રાજ ખીમાભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાન પર ગત ૧૧/૩ના રોજ ગોંડલના ઘોઘાવદર ગામે ધોકા, કુહાડી, છરીથી હુમલો થતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ આજે તેનું મોત નિપજતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળવા પરિવારજનોએ નિર્ણય કર્યો હતો.

હત્‍યાનો ભોગ બનનાર રાજ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં ચાર મહિનાની દિકરી છે. પોતે છુટક મજૂરી કામ કરતો હતો. સગાના કહેવા મુજબ રાજ પરમારની ધરમની માનેલી બહેન ઘોઘાવદર રહે છે. તેને ૧૧મીએ માથાકુટ થઇ હોઇ પોતે સમાધાન કરવા ગયો ત્‍યારે અપ્‍પુ, મિહીર, તેના બે મિત્રોએ હુમલો કર્યો હતો. સારવારમાં રાજે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૨૨)

(3:37 PM IST)