<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

એટ્‍લાન્‍ટિસ દુર્ઘટના : ફાયર વિભાગની કાબીલેદાદ કામગીરી

ધુળેટીના તહેવારમાં બનેલ ઘટના સમયે ઉજવણી છોડી હતભાગીઓને પડખે ઉભા રહેતા ધારાસભ્‍ય, મનપા પદાધિકારીઓ, પ્રદેશ અને શહેર ભાજપના રાજકીય આગેવાનો

રાજકોટ, તા. ૧૫: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા એટલાન્‍ટિસ બિલ્‍ડીંગમાં ગઇકાલે ધુળેટીના દિવસે સવારે લાગેલી ભીષણ આગની ઘટનાએ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં રહેતા કે વ્‍યવસાય કરતા લોકોમાં ચિંતા ફેલાવી છે. આ દરમ્‍યાન ગઇકાલની ઘટનામાં ત્રણ લોકોના મળત્‍યુ તો થયા, પરંતુ બાકીના લોકો અને બિલ્‍ડીંગ સલામત રહ્યા તે પણ એક મોટી ઘાત ટળવા સમાન ગણી શકાય તેવું નજરે જોનારા લોકો કહે છે.

આ બિલ્‍ડીંગમાં આગની ઘટના જોઇને રસ્‍તેથી પસાર થતા અને આજુબાજુના બિલ્‍ડીંગમાં રહેતા લોકોને ટીઆરપી ગેમઝોન યાદ આવી ગયો હતો. બનાવની જાણ થતા થોડી મીનીટોમાં જ ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ , ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા), કોર્પોરેટર અશ્વિન પાંભર  સ્‍થળ પર પહોંચી ગયા હતા. તેમણે ફાયર બ્રિગેડને બિલ્‍ડીંગમાં જવાથી માંડી કરવાની કામગીરીમાં તમામ મદદ કરી હતી. આ બાદ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોઘરા  પણ પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે કાબિલેદાદ કામગીરી કરી હતી અને બિલ્‍ડીંગમાં રહેતા લોકોના જીવ જાનના જોખમે બચાવ્‍યા હતા.  શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના આગેવાનો ઘટના સ્‍થળે અને દવાખાને પહોંચ્‍યા હતા. ફાયર બ્રિગેડને સોસાયટી એસો. સાથે કરવાના સંકલનમાં મદદરૂપ પણ બન્‍યા હતા. હોસ્‍પિટલ ખાતે પણ ધારાસભ્‍યો, મનપાના પદાધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસ, કોર્પો., જિલ્લા તંત્રના અધિકારીઓએ સંયુકત રીતે તપાસ સહિતની કાર્યવાહી કરાવી છે. એકંદરે કરૂણ ઘટના વચ્‍ચે પણ મોટી ઘાત ટળ્‍યાનું લોકોને લાગ્‍યું હતું. (૯.રપ)

(3:38 PM IST)