News of Saturday, 15th March 2025
એટલાન્ટીસ બિલ્ડીંગના શ્રીમંત રહીશોના જીવ તાળવે ચોંટાડી દેનાર છઠ્ઠો માળ બળીને ભસ્મીભુત થયેલો

રાજકોટઃ ગઇકાલે ધુળેટીની સવારે એક તરફ યુવાનો અને યુવતીઓ રંગોની છોળો ઉડાડી ઉજવણી કરવાની શરૂઆત કરી રહયા હતા. ત્યારે બીજી તરફ ૧પ૦ ફુટ રીંગ ઉપર ધ ઇમ્પીયરીયલ હાઇટસની બાજુમાં આવેલ એટલાન્ટીસ ટાવરના છઠ્ઠા માળે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લેતા ૭-૮-૯-૧૦ માળ ઉપર રહેતા જે.પી. જવેલર્સ અને રાધીકા જવેલર્સ પરિવારના કેટલાક સભ્યો ઉપર ફસાયા હતા. જેમનું ફાયર બ્રિગેડના બહાદુર જવાનોએ દિલધડક રેસ્કયુ કર્યુ હતું. ગઇકાલે બનેલી આગની દુર્ઘટના માટે છઠ્ઠા માળેથી પ્રસરેલી આગ કારણભુત બની હતી. તસ્વીરમાં બળીને ભસ્મીભુત થઇ ગયેલો છઠ્ઠો માળ, લોબી, લીફટના બેહાલ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
(4:14 PM IST)










