<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ અને પેઈજસમિતિના પ્રણેતા સી.આર. પાટીલને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા ડો.માધવ દવે

ચાર ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા પાટીલજીએ તેમના પરોપકારી અભિગમ અને પ્રજાજનોની મુશ્‍કેલીમાં સતત પ્રજાની પડખે ઉભા રહેવાના વલણને કારણે અપાર લોકચાહના પ્રાપ્‍ત કરી છે

રાજકોટઃ  શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્‍વિન મોલીયા, વિરેન્‍દ્રંિસંહ ઝાલાએ આજ રોજ પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ અને પેઈજસમિતિના પ્રણેતા સી.આર. પાટીલનો જન્‍મદિવસ છે ત્‍યારે તેમને શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે વિચારધારાને સમર્પિત પક્ષ માટે પરીશ્રમી અને ટેકનોસેવી એવા પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલજીએ પોતાની રાજકીય કારકીર્દી દરમ્‍યાન વિવિધ સંગઠનલક્ષી જવાબદારીઓનું સફળતાપૂર્વક વહન કર્યૂ છે અને તેમના બહોળા રાજનૈતિક અનુભવનો લાભ ગુજરાત ભાજપા સંગઠનને મળી રહયો છે. ચાર ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા પાટીલજીએ તેમના પરોપકારી અભિગમ અને પ્રજાજનોની મુશ્‍કેલીમાં સતત પ્રજાની પડખે ઉભા રહેવાના વલણને કારણે અપાર લોકચાહના પ્રાપ્‍ત કરી છે. ત્‍યારે પાટીલજીએ ભસબ કા સાથ, સબકા વિકાસ, સબ કા પ્રયાસ, સબ કા વિશ્‍વાસભની મુહીમને ગુજરાતમાં રાજયની ભાજપા સરકાર સાથે રહીને સફળતાપૂર્વક આગળ વધારી છે ત્‍યારે ગુજરાતમાં ભાજપાના અઘ્‍યક્ષપણા નીચે સી.આર. પાટીલજીના નેતૃત્‍વમાં યોજવામાં આવતી વિધાનસભા, મહાનગરપાલિકા- તાલુકા પંચાયત, જીલ્‍લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્‍યેક કાર્યકર્તાઓ ભસબ સમાજ કો સાથ મે લીયે આગે હી બઢતે જાનાભ ના મંત્ર સાથે સેવાના ભાવ સાથે પાટીલજીના નેતૃત્‍વમાં કાર્ય કરી રહયો છે. અને સી.આર. પાટીલજી પેજપ્રમુખ- પેજસમિતિની કામગીરી થકી  મતદાતાઓના એક વર્ગને પાર્ટીમાં જોડી રહયા છે અને પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવી રહયા છે. ત્‍યારે ગુજરાત ભાજપા સંગઠનની કાર્યપ્રણાલીથી અન્‍ય રાજયના સંગઠનો પણ પ્રભાવિત છે અને તેને અનુસરી રહયા છે ત્‍યારે સી.આર. પાટીલજી સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી ગુજરાત ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે સતત પ્રયત્‍નશીલ છે ત્‍યારે સી.આર. પાટીલજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર અને રાજય સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓનો લાભ પ્રત્‍યેક છેવાડાના માનવી સુધી સંગઠનના માઘ્‍યમથી પહોચે અને પંડીત દીનદયાલ ઉપાઘ્‍યાયજી ના ભઅંત્‍યોદયભ નો સિઘ્‍ધાંત ચરિતાર્થ થાય તેવો આશાવાદ વ્‍યકત કરતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્‍વિન મોલીયા, વિરેન્‍દ્રંસિંહ ઝાલાએ પાટીલજીને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

 

(12:32 PM IST)