<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ભગવતીપરા પરા પુલ પાસે ખોડીયારપરામાં મકાનમાંથી પીસીબીએ ૫૪ હજારના દારૂ સાથે જહીદ કુરેશી જાહીદ પીપરવાડિયાને પકડ્યા

પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ હૂણ અને ટીમની કામગીરી: મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર પીસીબી ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડ્યા છે. ભગવતીપરામાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

 શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ દારૂ જુગારની પ્રવૃતિ  નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપી હોઈ તે અન્વયે પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ મહીપાલસિંહ તથા હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણાને મળેલ બાતમી આધારે ભગવતીપરા પરા પુલ પાસે ખોડીયારપરા શેરી નં.૩ નદીના કાંઠે આવેલ મકાનમાં દરોડો પાડી જાહીદ હુસેનભાઇ કુરેશી (ઉ.વ.૩૪ રહે.ખોડીયાર પરા શેરી નં.૩ નદીના કાંઠે ભગવતીપરા પુલ પાસે) અને જાહીદ યુસુફભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૫ રહે.આર.એમ.સી. કવાટર્સ નં.૩૮૦ નાણાવટી ચોક ગાંધીગ્રામ)ને પકડી લઈ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૩૬ કિ.રૂા.૨૪,૬૯૬ની તથા મેકડોવેલ્સ નં.૧ ઓરીજનલ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૪ રૂ.૧૩૪૬૪ની તથા રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૪ કિ.રૂા.૧૬,૧૫૨ની મળી કુલ બોટલ નંગ-૮૪ કુલ કિ.રૂા.૫૪,૩૧૨ની કબ્જે કરી છે.

આ કામગીરી પીસીબી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.જે.હુણ, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કરી હતી.

(4:51 PM IST)