News of Sunday, 16th March 2025
રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર ભીસ્તીવાડના માજીદ ભાણુને શહેર એસઓજીએ પકડી લીધો: પીઆઇ સંજયસિંહ જાડેજા, એન.વી. હરિયાણી અને ટીમે વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરી :જુઓ વિડીયો

રાજકોટ: શહેર પોલીસ પર હુમલો કરનારા ભીસ્તીવાડના શખ્સને શહેર એસઓજીએ પકડી ઘટના સ્થળે લઈ જઈ કાર્યવાહી કરી હતી. આરોપી માજીદ ભાણુ પોલીસ પર હુમલાના ગુનામાં ફરાર હતો. માજિદે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ પર કર્યો હતો હુમલો, ભીસ્તીવાડ ખાતે માજીદને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન: આરોપી માજીદ ને સમગ્ર વિસ્તારમાં ફેરવ્યો,ભીસ્તીવાડમાં ઘટના સ્થળે માજીદે કાન પકડી ઉઠક બેઠક કરી: રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી: માજીદ ઉપર અપહરણ,ખંડણી,મારામારી સહિત અનેક ગુના નોંધાયેલા છે, ગુજસીટોકનો પણ આરોપી રહી ચુક્યો છે. પ્રદ્યુમનનગર પોલીસ માજીદને પકડવા ગઈ ત્યારે રાત્રીના સમયે પોલીસકર્મીઓ અને પોલીસ PCR વાન પર માજીદ સહિત તેના સાગરીતોએ કર્યો હતો હુમલો, અગાઉ પ્રદ્યુમનનગર પોલીસે માજીદના ત્રણ સાગરીતોની ધરપકડ હતી.
(5:30 PM IST)










