News of Sunday, 16th March 2025
રાજકોટ ભાજપમાં વધુ એક લેટર બોમ્બ મામલે પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા :ટોર્ચર કર્યાનો આરોપ :ખળભળાટ
ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા :આ ઘટનાને લઈને અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કર્યા

ભાજપમાં એક બાદ એક આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટમાં ફરી એક વાર લેટર બોમ્બથી ફફડાટ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટરલ વાયરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા હતા. આ ઘટનાને લઈને અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કર્યા હતા.
શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં હવે એક બાદ એક જૂથવાદ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો હતો. લેટર વાઇરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા હતા. અને અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCCTV પણ સામે આવ્યા હતા.
ઘટનાને લઈને અશોક લાડાણીએ કહ્યું હતું કે, તારીખ 3 માર્ચના રોજ મારી ઘરે કોઈ પણ જાતની જાણ કર્યા વિના પોલીસ વાળા આવ્યા હતા. મીડિયામાં મારા ફોનમાં એક લેટર આવ્યો હતો જે મએ એક મારા મિત્રને મોકલ્યો હતો. અને પોલીસ કોઈ પણ જાણ કર્યા વિના પોલીસ મારા ઘરે ઊલટ તપાસ કરવા મારા ઘરે પહોંચેલી અને મણે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને માનસિક ટૉર્ચર અને ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા અને રાજકોટના કહેવાતા આગેવાનથી મણે ખૂબ હેરાન કરવામાં આવેલ છે. ત્યાર બાદ PIએ અમને આશ્વાસન આપેલ કે આની તપાસ પૂર્ણ કરશું. પરંતુ મારી નીચે મારા મિત્રોનું પણ નિવેદન લીધું છે. આજે 7 દિવસ પૂર્ણ થયા છતાં પોલીસે કોઈ કાર્યવાહી પૂર્ણ કરેલ નથી.
(5:45 PM IST)










