<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

રાજકોટમાં હત્‍યા કરી ૧૧ વર્ષથી ફરાર ગોવિંદ તમિલનાડુમાં ખેતરનો રખેવાળ બનીને રહેતો'તો!

પાંચ દિકરી સહિતનો પરિવાર નેપાળ રહે છે ત્‍યાં વર્ષે એકવાર જતોઃ ઉત્તરાખંડ, યુપી સહિતના રાજ્‍યોમાં થોડા થોડા મહિના રોકાઇને રાજ્‍ય બદલી નાંખતો હતો ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની ટીમના પીએસઆઇ પરમાર, મોવલીયા સહિતે દબોચ્‍યોઃ જલદિપસિંહ, સુભાષભાઇ, મહાવીરસિંહે વાસણના ફેરીયા, નાળીયેરના વેપારીનો સ્‍વાંગ રચી વોચ રાખી દબોચી માલવીયાનગર પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૧૭: અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત શહેર ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે હત્‍યાના ગુનામાં આભાર ૧૧ વર્ષથી ફરાર શખ્‍સને તામિલનાડુથી શોધી કાઢયો છે. શહેર ક્રાઈમ બ્રાન્‍ચની ટીમના જવાનોએ તામિલનાડુના તિરૂનેલવેલી ખાતે વાસણ વેચતા ફેરિયા અને નાળિયેરના વેપારીનો સ્‍વાંગ રચીને વોચ રાખી આરોપીને દબોચી લીધો હતા. આ શખ્‍સ રાજકોટમાં હત્‍યા કર્યા બાદ અલગ અલગ રાજ્‍યોમાં થોડા થોડા મહિના રોકાણ કરી અલગ અલગ મજૂરી કરતો હતો. છેલ્લે છએક મહિનાથી તમિલનાડુમાં ખેતરના રખેવાળની નોકરીએ રહી ગયો હતો.  પ્રાપ્‍ત માહિતી મુજબ શહેરમાંબનેલા ખુન, ખુનની કોશીષ તથા લુંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ જે અનડીટેકટ હોય તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા વોન્‍ટેડ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા  સુચના મળી હોઇ જે અન્‍વયે પોલીસ ઇન્‍સપેકટર, એમ.આર.ગોંડલીયા તથા એમ. એલ. ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્‍સ. એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા તથા ટીમના કર્મચારી પૈકી એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા તથા પો.હેડ.કોન્‍સ. સુભાષભાઈ ઘોઘારી તથા પો.કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયાને ચોક્કસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા ગોકુલધામ વિનિત એન્‍જીનીયરીંગ નામના કારખાના બહાર આજથી આશરે ૧૧ વર્ષ પહેલા ગઇ તા.૦૫/૦૩/૨૦૧૪ ના રોજ મર્ડરનો બનાવ બન્‍યો હોઇ આ ગુન્‍હાને અંજામ આરોપી બનાવ બાદ નાસી ગયેલ અને છેલ્લા ૧૧ વર્ષથી વોન્‍ટેડ હોઇ જે આરોપી હાલ તમીલનાડુ રાજયના તીરૂનેલવેલી ખાતે છે. આ ચોકકસ હકિકત મળતા ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ તમીલનાડુ ખાતે તપાસમાં પહોંચી હતી.

 ત્રણ દિવસ સુધી આરોપીના રહેણાંક મકાન તેમજ કામ વાળી જગ્‍યા આજુબાજુમાં વાસણ વેચનાર ફેરીયા તરીકે તેમજ નાળીયેરના વેપારીનો વેશ ધરીને આરોપી બાબતે ચોકકસ હકિકત મેળવી વોન્‍ટેડ આરોપીને પકડી તેના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે માલવીયાનગર પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવેલ છે. ઝડપી લેવાયેલ આરોપીનું નામ ગોવિંદ કાલુરામ ખાન (ઠકુરી), (ઉ.વ.૪૫, રહે. હાલ - ૭-વસંતમ કોલોની, પહેલી શેરી, ગણેશ મંદીરની સામે, મહારાજ નગર, તીરુનેલવેલી, તમીલનાડુ, મુળ વતન - રામપુર, વીલાસીપુર, તા. બેલૌરી, જી. કંચનપુર, નેપાળ) છે. રાજકોટમાં હત્‍યા કરી ભાગી નીકળ્‍યા બાદ તે યુપી, ઉત્તરાખંડ સહિતના રાજ્‍યોમાં ફરતો રહેતો અને અને મજૂરી કરતો હતો. હાલ છએક મહિનાથી તમિલનાડુમાં જઇ એક ખેતરમાં રેખવાળની નોકરીએ લાગી ગયો હતો. ત્‍યાંથી તેને દબોચી લેવાયો હતો. આ કામગીરી પીઆઇ એમ.આર.ગોંડલીયા, એલ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ તથા પો.સબ.ઇન્‍સ. એ.એન.પરમાર, એમ. કે. મોવલીયા તથા એ.એસ.આઇ.જલદિપસિંહ વાઘેલા, તથા પો.હેડ.કોન્‍સ. સુભાષભાઇ ઘોઘારી તથા પો.કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયાએ કરી હતી.

(2:33 PM IST)