News of Monday, 17th March 2025
પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ : તમામ મહિલા મંડળોમાં અદમ્ય ઉત્સાહ
રાજકોટ લોહાણા મહાજનના સંગાથે અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેના નાદ ગૂંજશે : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે લાખો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓ કૃષ્ણ ભકિતમાં લીન બનશે : દરરોજ હજ્જારો ભાવિકો મહાપ્રસાદનો લ્હાવો લેશેઃ ૧૦૮ પોથીજીના અલૌકીક દર્શન : પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ માટે સમાજલક્ષી-અદકેરૂ-જાજરમાન આયોજન : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ સેવાકીય-ધાર્મિક-યાદગાર આયોજન કરવા ભારે દોડધામ કરી રહયા છે

રાજકોટ તા.૧૭: જ્ઞાતિ ઉત્કર્ષ- સમાજ ઉત્કર્ષના ભાગરૂપે સફળતાપૂર્વક સતત સામાજીક, ધાર્મિંક, સેવાકીય, સાંસ્કૃતિ, તબીબી, રોજગારલક્ષી કાર્યો વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા કરવામાં આવી રહયા છે. આવા જ ધાર્મિક- સેવાકીય- સામાજીક કાર્યોના ભાગરૂપે રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ માટે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ૧૦૮ પોથીજી સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું અદકેરૂ- જાજરમાન- સમાજલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ લોહાણા મહાજનના સંગાથે સમગ્ર સોૈરાષ્ટ્ર- રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર સતત રાધે રાધેનો નાદ ગુંજશે.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહમાં લાખો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓ કૃષ્ણભકિતમાં લીન બનશે. કથા વિરામના અંતે દરરોજ હજ્જારો ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે. ૧૦૮ પવિત્ર પોથીજીના અલોૈકીક દર્શનનો લ્હાવો પ્રાપ્ત થશે.
ભાગવત સપ્તાહને દરરોજ ‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી- નિહાળી શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવનાર છે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર- હુંફ મળી રહયા છે.
સમગ્ર વિશ્વમાં નાના-મોટા સોૈ માં અપાર લોકચાહના ધરાવનાર વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર ભાગવત સપ્તાહ સંદર્ભે રાજકોટના તમામ મહિલા મંડળોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહયો છે. રાજકોટના મોટાભાગના ૩૦ થી પણ વધુ મહિલા મંડળોમાં હોદેદારો- સભ્યો તથા રઘુવંશી મહિલા અગ્રણીઓ- આગેવાનો પણ ભાગવત સપ્તાહના પવિત્ર આયોજનમાં પોતાનું યોગદાન આપવા તત્પર બન્યા છે. સાથે-સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ- ટીમ ભાવગત સપ્તાહના સેવાકીય- ધાર્મિક કાર્યને યાદગાર બનાવવા માટે ભારે દોડધામ કરી રહયા છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિવિધ મહિલા મંડળોના હોદેદારો-સભ્યો, રઘુવંશી મહિલા અગ્રણીઓ-આગેવાનોમાં શ્રીમતિ રૂપલબેન રાજદેવ, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ મનિષાબેન પારેખ, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ અલ્કાબેન પૂજારા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, ડો.શ્રીમતિ કૃપાબેન ઠક્કર, શ્રીમતિ અલ્પાબેન બરણ, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિણાબેન પાંધી, નયનાબેન પાંધી, જશુમતીબેન વસાણી, ઇન્દુબેન શીંગાળા, અંજનાબેન હિન્ડોચા, કમલાબેન ભાગ્યોદય, અલ્કાબેન લાલ, રશ્મિબેન પજવાણી, મીનાબેન જસાણી, ભારતીબેન બગડાઇ, ડો. ભાવનાબેન શીંગાળા, બિંદીયાબેન અમલાણી, બિન્દુબેન ચાંદ્રાણી, હીનાબેન પોપટ, દિવ્યાબેન સાયાણી, રોનકબેન પારેખ, બીનાબેન રઘુવંશી, માધવીબેન રાજાણી, જાગૃતિબેન ખીમાણી, ધારાબેન પુજારા, શોભનાબેન કારીયા, પ્રિતીબેન પાંઉ, જીતાબેન દતાણી, હેમાબેન કક્કડ, રંજનબેન કોટક, લતાબેન તન્ના, ઇન્દુબેન અનડકટ, જયોતિબેન સેતા, પીનાબેન કોટક, ફાલ્ગુનીબેન ગોકાણી, લીનાબેન રાજાણી, અનિતા બેન કેસરીયા, મંજુબેન, હીનાબેન બગડાઇ, ધર્મિષ્ઠાબેન બદીયાણી, માનસીબેન શીંગાળા, હરિતા બેન ચંદારાણા, કરૂણાબેન સોમૈેયા, સોનલબેન પુજારા, હેતલબેન સેજપાલ, અલ્કાબેન ખગ્રામ, અલ્કાબેન લાલ, હેમાબેન ધામેચા, જલ્પાબેન દતાણી, જુગ્નુબેન સોનપાલ, મિતલબેન ચગ, નેહાબેન રાચ્છ, પલ્લવીબેન પોપટ, પ્રિતીબેન લાખાણી, રૂપલબેન કક્કડ, શોભનાબેન સોમૈકેયા, તૃપ્તીબેન રાજવીર, ઊર્મિલાબેન કક્કડ, ખ્યાતિબેન રતનધાયરા, પન્નાબેન ઠક્કર, પારૂલબેન કારીયા, અવનીબેન બગડાઇ, રચનાબેન રૂપારેલ, રંજનબેન પોપટ, મનિષાબેન કુંડલીયા, સુનિતાબેન પઢીયાર, માધવીબેન જોગીયા, કાશ્મીરાબેન દક્ષિણી, મીનાબેન વિઠ્ઠલાણી, દર્શનાબેન ઉનડકટ, સોનલબેન સોમેયા, નેહાબેન હિન્ડોચા, માલતીબેન, છાયાબેન રૂપારેલીયા, વિધિતાબેન તન્ના, શિલ્પાબેન પુજારા, કાશ્મીરાબેન નથવાણી, મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપપાલ, કિર્તીબેન ગોટેચા, રમાબેન કુંડલીયા સહિતના મહાનુભાવો સતત કાર્યરત છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય દિવ્ય-અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રીધવલભાઇ કારીયા, ટ્રસ્ટ્રિઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શેૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતી ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ - દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશ્વર ચાંદ્રાણી, મૌલકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.(૨.૧૭)
પૂ.જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહનો અનેરો અવસરઃ દ્વારકાધીશના ચરણોમાં વંદનઃ મૌલેશભાઇ ઉકાણી
લાભ લેવા અપીલઃ રાજકોટ લોહાણા મહાજન આયોજીત
રાજકોટ, તા., ૧૭ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્યાસાસને ૧૦૮ પવિત્ર પોથીજી સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
આ અલૌકીક ભાગવત સપ્તાહનો અનેરો અવસર રાજકોટના આંગણે આવ્યો હોય તમામ ભાવિકોએ અચુક લાભ લેવો જોઇએ તેવું વિખ્યાન બાન લેબ્સ રાજકોટના ચેરમેન અને નામાંકીત પાટીદાર ઉદ્યોગપતિ-અગ્રણી શ્રી મૌલેશભાઇ ઉકાણીએ જણાવ્યું હતું.
દ્વારકાધીશના ચરણોમાં વંદન સાથે શ્રી મૌલેશભાઇ ઉકાણીએ વધુમાં કહયું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહ થકી કૃષ્ણભકિતમાં લીન બનવાનો અને ઠાકોરજીની સમીપ જઇ તેઓની કૃપા પ્રાપ્ત કરવાનો અમુલ્ય મોકો આવ્યો છે. જે કદી પણ ચુકવા જેવો નથી. શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાથી જીવન ધન્ય બની જાય છે. (૪.૨૬)
(2:37 PM IST)










