<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

એટલાન્‍ટિસમાં બે જ વિંગ : ફાયર એનઓસી રીન્‍યુ નહીં : તપાસ શરૂ

આ બિલ્‍ડીગનું બીયુ, કમ્‍પ્‍લીશન કમ્‍પ્‍લીટ : ટીઆરપી ગેમઝોન બાદ ૧પ૦૦ થી વધુ કોમર્શીયલ બીલ્‍ડીંગમાં ચેકીંગ બાદ લોલંલોલ

રાજકોટ, તા. ૧૭ : એટ્‍લાન્‍ટિસ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી એટ્‍લાન્‍ટિસની ચાર વીંગ પૈકી બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું જાણવા મળેલ પરંતુ ટાઉન પ્‍લાનીંગ વિભાગની તપાસમાં બહાર આવ્‍યા મુદ્દે એટ્‍લાન્‍ટિસનું બાંધકામ બે વિંગમાં તૈયાર કરવામાં આવ્‍યું છે. આમ અગાઉ કાચુ કપાતા આજે એટ્‍લાન્‍ટિસમાં બે વીંગ હોવાનું અને ફાયર એનઓસી લીધા બાદ રિન્‍યુ ન થયાનું ખુલવા પામ્‍યું છે. સાથો સાથ બન્ને વીંગના કમ્‍પ્‍લીશન અને બીયુ સર્ટી કાયદેસર હોવાનું ખુલતા હવે ફાયર એનઓસી રિન્‍યુ ન થયેલ હોય તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. અને જવાબદાર ઠરશે તેની સામે ફરિયાદ કરવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બિગ બઝાર સામે આવેલી એટલાન્‍ટિસ નામની હાઈરાઈઝ બિલ્‍ડીંગનાં છઠ્ઠા માળે સ્‍થિત ફલેટમાં ધૂળેટીના દિવસે સવારે ભભૂકી ઉઠેલી આગમાં ત્રણ યુવાનોના મળત્‍યુ નિપજયા હતા, આ કેસની માલવિયાનગર પોલીસે તપાસ જારી રાખી મ્‍યુનિસીપલ કમિ‘રને પત્ર લખી કેટલીક માહિતી મંગાવી છે, જે મળી ગયા બાદ જવાબદારો સામે ગુનો દાખલ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે પરંતુ અત્‍યાર સુધીની તપાસ દરમિયાન આજે વિગત બહાર આવે છે જેમાં એટ્‍લાન્‍ટિસની ચાર વીંગ ન હોવાનું અને ફક્‍ત બે વીંગ પ્‍લાન મુજબ હોવાનું જાણવા મળેલ છે. આથી આ બન્ને વીંગની  ફાયર એનઓસીની મુદત પુર્ણ થઈ ગયેલ હોય શા માટે આગળની કાર્યવાહી ન થઈ તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નીકાંડ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા કોમર્શીયલ ૧પ૦૦ થી વધુ બીલ્‍ડીંગમાં ફાયર બાબતે ચેકીંગ કરવામાં આવ્‍યું હતું.

૬૦થી વધુ બિલ્‍ડીંગો સીલ કરવામાં આવ્‍યા હતા. તેમજ સોગંદનામાના આધારે કાર્યવાહી પણ કરવામાં આવી હતી આમ તો પણ લાપરવાહી સામે આવી છે.

(3:05 PM IST)