News of Monday, 17th March 2025
ઉત્કૃષ્ટ કામગીરીમાં રા.લો.સંઘ રાજકોટ જિલ્લામાં પ્રથમ સ્થાને
રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા રજીસ્ટ્રાર, શિવશક્તિ શરાફી મંડળીના ઉપક્રમે રાજકોટ તાલુકાની સહકારી સંસ્થાઓનો વન-ડે સેમિનાર : પારડી મુકામે હાઈ-વે પર ‘વિઠ્ઠલભાઇ રાદડીયા તાલીમ ભવન' બનાવાશેઃ રાજ્ય સંઘ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સહકારી સંઘોને શિલ્ડ, પ્રમાણપત્ર

રાજકોટ,તા.૧૭: રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.),રાજકોટ તથા શ્રી શિવશકિત શરાફી સહકારી મં.લી., રાજકોટના સંયુકત ઉપક્રમે આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત હોટલ ક્રિષ્ના પાર્ક, ગોંડલ રોડ, રાજકોટ વન-ડે સેમીનાર યોજવામાં આવેલ.
આ સેમીનારનું અધ્યક્ષ સ્થાન શ્રી રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી. (રાજકોટ) ના ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રી. બેંકના ડિરેકટરશ્રી લલીતભાઈ રાદડીયાએ સંભાળેલ, આ સેમીનારમાં જીલ્લા સંઘના ચેરમેનશ્રી દિનેશભાઈ ભુવા, માનદમંત્રીશ્રી મનસુખલાલ સંખાવરા, શિવશકિત શરાફી મંડળીના ચેરમેનશ્રી હરગોપાલસિંહ જાડેજા, શ્રી કુલદિપસિંહ જાડેજા, સહકારી આગેવાનશ્રી ધીરૂભાઈ ધાબલીયા, સહકારી આગેવાન તથા શ્રી ગુરુદતાત્રેય શરાફી મંડળીના ચેરમેનશ્રી ટપુભાઈ લીંબાસીયા, રા.લો. સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જેતપુર તાલુકા સંઘના ચેરમેનશ્રી પ્રવિણભાઈ ગજેરા, ડિસ્ટ્રી. બેંકના ડિરેકટરશ્રી શૈલેષભાઈ ગઢીયા, સહકારી આગેવાનશ્રી યજ્ઞસભાઈ જોષી, જિલ્લા સંઘના ડિરેકટરશ્રીઓ, મહિલા સમિતિના સહ કન્વીનર બિયાબેન મકવાણા તથા સભ્યો, નિવળત જજશ્રી બુધવાણી, સાહેગ, જીલ્લા રજી.(સ.મં.) રાજકોટના ઓફિસ સુપ્રિ.શ્રી ગીતાબેન જીવાણી, ડિસ્ટ્રી. બેંકના જનરલ મેનેજરશ્રી વી. એમ. સખીયા, જસદણ તાલુકા સંઘના મેનેજર, જિલ્લા સંઘના એકઝી. ઓફિસરશ્રી જયશ્રીબેન ત્રિવેદી, નાગરિક બેંકના નિવળત ઓફિસરશ્રી ડો. હિતેષભાઈ શુકલ ઉપસ્થિત રહેલ.
આ સેમીનારના અધ્યક્ષસ્થાનેથી શ્રી રાજ કોટનના ચેરમેનશ્રી લલીતભાઈ રાદડીયાએ જણાવેલ હતુ કે રાજકોટ જિલ્લાની સહકારી પ્રવળતિ ખુબ સારી પ્રગતિદાયક બનેલ છે, તેનું કારણ આપણે સૌ સાથે મળી કામ કરીએ છીએ, જેના કારણે જિલ્લાની સહકારી પ્રવળત્તિ આખા રાષ્ટ્રમાં એક આગવી ઓળખ ધરાવે છે, તેઓએ વધુમાં રાજકોટ ડિસ્ટ્રી. બેંકની કામગીરીવિશે માહિતી માર્ગદર્શન આપેલ.
આ સેમીનારમાં જીલ્લા રજી, શ્રી, સ.મં. રાજકોટએ જણાવેલ હતુ કે રાજકોટ જિલ્લામાં જિલ્લા સંઘ ધ્વારા શિક્ષણની કામગીરી બહુ સારી રીતે થાય છે, અને આવા અનેક સેમીનારો, શીબીરો, કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી મંડળીઓએ પોતાના નફામાંથી કાઢેલ શિક્ષણકંડની રકમ તાત્કાલીક જિલ્લા સંઘમાં જમા કરાવી આપવી જોઈએ જેથી શિક્ષણની પ્રવળતિને વેગ મળી શકે. તેઓએ વધુમાં જણાવેલ હતુ કે ૨૦૨૫ ના વર્ષને કેન્દ્ર સરકારના સહકાર ખાતા દ્વારા આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ જાહેર કરવામાં આવેલ છે, જેથી દરેક મંડળીઓએ આ વર્ષની ઉજવણી કરે અને સહકારીતા ધ્વારા સારા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનીએ તેવું જણાવેલ.
આ સેમીનારમાં જિલ્લા સંઘના ચેરમેનશ્રી દિનેશભાઈ ભુવાએ આઠ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતા ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટના પારડી મુકામે હાઈ-વે ઉપર આવેલ જગ્યા ઉપર રાજય સ્તરનું એક વિશાળ સહકારીતાને સમળધ્ધ બનાવવા માટેનું અદ્યતન સુવિધા સહીતનું તાલીમ કેન્દ્ર કમેંઠ કિશાન નેતા અને સહકારીતાના યુગપુરૂષની યાદમાં વિઠલભાઈ રાદડીયા તાલીમ ભવન બનાવવામાં આવનાર છે, તેમાં સહકારી સંસ્થાઓને સાથ અને સહયોગ આપવા જણાવેલ.
આ સેમીનારમાં ગુરૂદતાત્રેય શરાફી મંડળીના ચેરમેનશ્રી ટપુભાઈ લીંબાસીયાએ જણાવેલ હતુ કે સહકારી પ્રવળતિએ નાના માણસોના ઉત્કર્ષ માટેની પ્રવળતિ છે, તેની જયોત હંમેશા પ્રજવલીત રહે અને પ્રકાશ ફેલાવતી રહે તે જોવાની ફરજ આપણા સૌની છે.
આ સેમીનારમાં રાજય સંઘ ધ્વારા સને ૨૦૨૩-૨૪. ૩-૨૪ના વર્ષમાં ઉત્કળષ્ટ કામગીરી કરનાર તાલુકા સહકારી સંઘોની શિલ્ડ અને પ્રમાણપત્ર હરિફાઈ યોજવામાં આવેલ, જેમાં પ્રથમ ક્રમે રાજકોટ લોધીકા સંઘ, દ્વિતીય ક્રમે જેતપુર તાલુકા સંઘ અને તળતીય ક્રમે જસદણ તાલુકા સંઘ આવેલ, જેઓને જિલ્લા સંઘ . તરફથી પ્રોત્સાહન રૂપે અનુક્રમે રૂા. ૫,૦૦૦/- રૂા.૪,૦૦૦/- તથા રૂા. ૩,૦૦૦/- રોકડ પુરસ્કાર રાજ કોટનના ચેરમેનશ્રી લલીતભાઈ રાદડીયા તથા સહકારી આગેવાનોના વરદ હસ્તે આપવામાં આવેલ.
આ સેમીનારમાં વિષય તજજ્ઞ તરીકે રાજકોટ નાગરિક બેંકના નિવળત ઓફિસર ડો. હિતેષભાઈ શુકલે સેવા આપેલ હતી.
આ સેમીનારનું સંચાલન વ્યવસ્થાપન કેન્દ્રના અધ્યાપકશ્રી મનીષાબેન ભાગીયાએ કરેલ હતું, આ સેમીનારમાં શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા સંઘના એકઝી. ઓફિસરશ્રી જયશ્રીબેન ત્રિવેદીએ કરેલ, આ કાર્યક્રમના અંતમાં આભારવિધી સહકારી આગેવાનશ્રી યજ્ઞેસભાઈ જોષીએ કરેલ.
આ સેમીનારમાં રાજકોટ તાલુકાની સહકારી સંસ્થાઓના પ્રમુખ-ચેરમેન, મેનેજર-મંત્રીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. આ સેમીનારને સફળ બનાવવા જિલ્લા સંઘ તથા શિવશકિત શરાફી મંડળીના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.(૪૦.૨૫)આજે સીટી / કાલે ડાક
શારદાનગરના જમીન-મકાનના ધંધાર્થી દિનેશભાઇ રાંકનું હૃદય બંધ પડી ગયું
બેભાન હાલતમાં હોસ્પિટલમાં દમ તોડયોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની
રાજકોટ તા. ૧૭: હૃદય બંધ પડી જવાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. યુનિવર્સિટી રોડ પર શારદાનગરમાં રહેતાં જમીન મકાનના ધંધાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે જાણવા મળ્યા મુજબ પંચાયત ચોક નજીક શારદાનગર શેરી નં. ૬માં રહેતાં દિનેશભાઇ માધવજીભાઇ રાંક (ઉ.વ.૫૧) સાંજે સાડા છએક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ મુળ કાલાવડના નાના વડાળાના વતની હતાં અને બે ભાઇમાં નાના હતાં. તેઓ જમીન મકાન લે-વેંચનું કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
(3:23 PM IST)










