News of Monday, 17th March 2025
ધુળેટીમાં ટેપ ધીમુ વગાડવા બાબતે બીહારના નંદકુમાર પર હુમલો
પડવલા પાસે કારખાનામાં બનાવઃ યુવાનની શાપર વેરાવળ પોલીસમાં નરેન્દર અને મહેન્દર સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧૭: શાપર-વેરાવળના પડવલા ગામ પાસે ધુળેટીમાં ટેપ વગાડવા પ્રશ્ને યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ બીહારના જ્ઞાનપુર ગામ હાલ પડવલા ગામની સીમમાં આવેલા કાસ્ટીંગના કારખાનાની ઓરડીમાં રહેતો નંદકુમાર ભુવર બીન (ઉ.વ. ૩૦) ગઇ કાલે પોતાની ઓરડીમાં હતો ત્યારે કારખાનાની ઓરડીમાં રહેતો નરેન્દર અને મહેન્દર બન્નેએ આવી નંદકુમાર સાથે ઝઘડો કરી ગાળો આપી તેની સાથે રહેતી વ્યકિતને પછાડી દઇ ઢસડતા માથામાં ઇજા કરી હતી અને નંદકુમારને સાવરણી વડે માર મારી ધમકી આપી હતી. આ અંગે શાપર વેરાવળના હેડ કોન્સ આર.સી. બાયલ એ તપાસ હાથ ધરી છે.
(3:24 PM IST)










