<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ભગવતીપરામાં ઘરમાં પીસીબીનો દરોડોઃ ૫૪ હજારના વિદેશી દારૂ સાથે બે પકડાયા

મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમીઃ જાહીદ કુરેશી અને જાહિદ પીપરવાડીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૭: શહેર પીસીબી ટીમે વિદેશી દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સને ભગવતીપરાના ખોડિયારપરાના મકાનમાંથી પકડી લીધા હતાં.

ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  એએસઆઇ મહીપાલસિંહ ઝાલા,  હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણાને મળેલ બાતમી આધારે ભગવતીપરા પરા પુલ પાસે ખોડીયારપરા શેરી નં.૩ નદીના કાંઠે આવેલ મકાનમાં દરોડો પાડી જાહીદ હુસેનભાઇ કુરેશી (ઉ.વ.૩૪ રહે.ખોડીયાર પરા શેરી નં.૩ નદીના કાંઠે ભગવતીપરા પુલ પાસે) અને જાહીદ યુસુફભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૫ રહે.આર.એમ.સી. કવાટર્સ નં.૩૮૦ નાણાવટી ચોક ગાંધીગ્રામ)ને પકડી લઈ રોયલ ચેલેન્‍જ ફાઇન રીઝર્વ વ્‍હીસ્‍કી બોટલ નંગ-૩૬ કિ.રૂા.૨૪,૬૯૬ની તથા મેકડોવેલ્‍સ નં.૧નીબોટલ નંગ-૨૪ રૂ.૧૩૪૬૪ની તથા રોયલ સ્‍ટગ સુપીરીયર વ્‍હીસ્‍કી બોટલ નંગ-૨૪ કિ. રૂા.૧૬,૧૫૨ મળી કુલ રૂપિયા ૫૪,૩૧૨ની ૮૪ બોટલો કબ્‍જે કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝાની સુચના અંતર્ગત આ કામગીરી પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.

 

(3:27 PM IST)