<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જિલ્લા પંચાયતના આરોગ્‍ય કર્મચારીઓ હડતાલ પરઃ આરોગ્‍ય સેવા ક્ષેત્રે અસર

પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, આરોગ્‍ય અધ્‍યક્ષને આવેદન

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ અશોક જોષી, સંયોજક અશોક સોલંકી, મહામંત્રી મીનાક્ષીબેન પંડયા, જાવેદભાઇ વિગેરે આજે પંચાયત કચેરી ખાતે દેખાવ કરેલ અને પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ લીલાબેન ઠુમંરને આવેદન આપેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭: ગુજરાત પંચાયત વિભાગ સાથે જોડાયેલા આરોગ્‍ય સેવાના વર્ગ-૩ ના કર્મચારીઓમાં સભ્‍ય સંગઠનના એલાન મુજબ આજે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્‍ય કર્મચારીઓએ એલાનના સમર્થનમાં હડતાલ રાખી છે તેથી જિલ્લાની આરોગ્‍ય સેવા પર અસર દેખાયાના વાવડ છે.

આરોગ્‍યના વર્ગ-૩ ફિકસ તથા કુલ પગાર મેળવતા કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પ્રશ્નોનું નિવારણ થાય આજથી અચોકકસ મુદત ની હડતાલ શરૂ કરેલ છે તે અનુસંધાને આરોગ્‍ય જિલ્લા પંચાયત આરોગ્‍ય કર્મચારીઓને આંદોલનાત્‍મક કાર્યક્રમો શરૂ કર્યા છે. કાલે રાજકોટમાં કલેકટર અને ડીડીઓને આવેદન અપાશે ગ્રેટ-પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવા વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.(૬.૧૭)

(3:42 PM IST)