<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ફાયર સેફટી સાધનોની ચકાસણી શરૂઃ રેસીડેન્‍સ વિસ્‍તારોમાં ટીમો દોડી

મનપા દ્વારા એટલાન્‍ટીસ બીલ્‍ડીંગની ઘટના બાદ રહેણાંક સોસાયટીઓમાં ચેકીંગ

રહેણાંકમાં ફાયર સેફટી તપાસનો ધમધમાટ : એટલાન્‍ટીસ આગ દુર્ઘટના બાદ મનપા દ્વારા શહેરના રેસીડન્‍સ વિસ્‍તારોમાં ફાયર સેફટી સાધનોના ચેકીંગનો નવો રાઉન્‍ડ શરૂ કરવામાં આવ્‍યો છે. જે અન્‍વયે ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં અગ્નિશામક સાધનોની ચકાસણી કરાઇ હતી જે ઉપરોકત તસ્‍વીરમાં જોઇ શકાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૬.૧૯)

રાજકોટ તા.૧૭: ધુળેટીના દિવસે શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ સ્‍થિત મલ્‍ટી સ્‍ટોરી લકઝરીયસ બીલ્‍ડીંગ એટલાન્‍ટીસ એપાર્ટમેન્‍ટમાં આગ લાગવાથી ૩ લોકોનો મૃત્‍યુ થયા હતા. આ ઘટનાથી ટીઆરપી ગેમઝોન ઘટનાની યાદ તાજી થઇ હતી. જેના લીધે ફરી એક વખત બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા.

જેના લીધે એટલાન્‍ટીસ દુર્ઘટનામાં રહેણાકની બિલ્‍ડીંગમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્‌ટી મુદ્દે ટીઆરપી ગેમઝોન બાદ કરેલા ચેકીંગમાં ઢિલાસ કરવામાં આવી હોય તેવુ બહાર આવતા તંત્ર દ્વારા શહેરની કોમર્શીયલ અને રહેણાક સહિતની તમામ બિલ્‍ડીંગોમાં બીયુ અને ફાયર સેફ્‌ટી અંગે ફરી એક વખત ચેકીંગી કામગીરી શરૂ કરવામાં આવી છે.

એટલાન્‍ટિસની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત ફાયર સેફ્‌ટી અને બીયુ સર્ટી અંગે નવેસરથી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શહેરની તમામ કોમર્શીયલ બિલ્‍ડીંગોમાં ચેકીંગ હાથ ધરી અનેક એકમોને સીલ મારી દેવામાં આવ્‍યા હતાં. તેના લીધે આ પ્રકારના તમામ એકમોએ સીલ ખોલવા માટે ફાયર સેફ્‌ટીના નિયમોનું પાલન કરી એનઓસી મેળવી લીધી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન રહેણાકની બિલ્‍ડીંગોમાં પણ નોટીસો આપી ફાયર સેફ્‌ટીના સાધનો ફીટ કરાવવાની સુચના અપાઈ હતી.

રહેણાકની બિલ્‍ડીંગો સીલ થઈ શકતા ન હોય અનેક રહેણાકની ઈમારતોમાં એસોસીએશન દ્વારા બેદરકારી દાખવી ફાયર સેફ્‌ટી મુદ્દે ધ્‍યાન ન આપતા ધુળેટીના દિવસે એટલાન્‍ટીસમાં આગની દુર્ઘટના બની હતી. તેમાં પણ એસોસીએશનની બેદરકારી સામે આવી છે. અગાઉ કોમર્શીયલ એકમોની કાર્યવાહી લગભગ ૧૦૦ ટકા પુર્ણ થઈ ગયેલ છે. જેની સામે રહેણાકના બિલ્‍ડીંગોમાં ફાયર સેફ્‌ટી સહિતની અનેક કામગીરી અધુરી રહી ગઈ હોવાનું બહાર આવ્‍યું છે.

આથી ફાયર વિભાગ સાથે મીટીંગ યોજ્‍યા બાદ શહેરની કોમર્શીયલ અને રહેણાક સહિતની તમામ ઈમારતો કે જેમાં ફાયર સેફ્‌ટીના નિયમોની અમલવારી થઈ શકતી હોય અને ફાયર એનઓસી ફરજિયાત હોય તેવા તમામ બિલ્‍ડીંગોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવાના આદેશ શનિવારે આપવામાં આવ્‍યા હતા.

જેના લીધે ફાયર વિભાગ અને ટાઉન પ્‍લાનીંગ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.(૨.ર૨)

(3:43 PM IST)