News of Monday, 17th March 2025
છેલ્લા ૧૭ દિ'માં ગંદા-ધીમા પાણીની ર હજાર ફરીયાદનો ધોધ
શહેરમાં પાણીની હોળી : ૧ માર્ચ થી ૧૭ માર્ચ સુધીમાં સૌથી વધુ ગંદા અને પ્રદુષિત પાણીની ૬પ૮ તથા બીજા ક્રમે આડેધડ ખોદકામના કારણે પાઇપ લાઇન લીકેજની ૪૬૭ રાવ : ૩પ૭ ને પાણી જ મળતું નથી

રાજકોટ, તા., ૧૭ : મહાનગર પાલિકાના કોલસેન્ટર ઉપર આખુ વર્ષ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાતી હોય છે. પરંતુ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાની ચાલુ હોય આડેધડ ખોદકામ થઈ રહ્યું છે. જેના લીધે જૂની જર્જરીત પીવાના પાણીની લાઈનો ડેમેજ થતાં માર્ચ મહિનાના ૧૭ દિવસમાં લાઈન લીકેજની ૪૬૭ ફરિયાદનો ઢગલો થયો છે. તેમજ પીવાનું પાણી ન આવવાની અને ઓછા ફોર્સથી પાણ ી આવવાની ૮૬૨ સહિત કુલ ૨૨૮૫ ફરિયાદો આવતા તંત્ર ધંધે લાગ્યું છે.
શહેરમાં તમામ વિસ્તારોને પુરા ફોર્સથી પાણી આપવા માટે છેલ્લા ઘણા સમયથી જૂની જર્જરીત થઈ ગયેલી પાઈપલાઈનોના સ્થાને ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી મોટાભાગના વિસ્તારોમાં ચાલુ છે. જેના માટે મુખ્યમાર્ગો અને શેરી ગલીઓમાં દિવસ-રાત ખોદ કામ કરવામાં આવી રહ્યું છે. જેસીબી દ્વારા ખોદકામ કરતી વેળાએ પીવાના પાણીની લાઈનો તુટી જવાની ઘટના રોજે રોજ વધવા લાગી છે. ૧માર્ચ થી ૧૭ માર્ચ એટલે કે ૧૭ દિવસમાં જ લાઈનો ખોદકામના લીધે લીકેજ થયાની ૪૬૭ ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઈ છે અને મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ થઈ ગયાનું જાણવા મળેલ છે. તેમજ લાઈન તુટવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાની ૩૯૫ ફરિયાદો તેમજ ઓછા ફોર્સથી પાણી આવવાની ૩૧૦ ફરિયાદો સહિત કુલ ૮૬૨ ફરિયાદો નોંધાઈ છે. કોલસેન્ટરમાં નોંધાયેલ ફરિયાદોનું તાત્કાલીક ધોરણે નિરાકરણ થઈ ગયાનું તંત્ર દાવો કરી રહયું છે. માર્ચ મહિનામાં પીવાના પાણી અંતર્ગત કોલસેન્ટર ખાતે કુલ ૨૨૮૫ ફરિયાદો નોંધાઈ છે. જેમાં ડાયરેક્ટ પમ્પીંગની ૧૨ ફરિયાદો, ગેરકાયદેસર નળ જોડાણની ૬ ફરિયાદો, મોડુ પાણી આવવાની ૫૮ ફરિયાદો, ઓછા ફોર્સથી પાણી આવવાની ૩૧૦ ફરિયાદ, પાણી ન મળ્યાની ૩૯૫ ફરિયાદ, લાઈન લીકેજની ૪૬૭ ફરિયાદ અને ખરાબ દુષિત પાણી આવવાની ૬૫૮ ફરિયાદ તેમજ વાલ્વ ચેમ્બરમાં વાલ ખરાબ થઈ ગયાની ૨૧ ફરિયાદ, વાલ લિકેજ થયાની ૩૭ ફરિયાદ અને વાલ્વ ખુલ્લો રહેતો હોય અને સતત પાણીનો બગાડ થતો હોય તે પ્રકારની ૨૧ ફરિયાદો ૧૭ દિવસમાં નોંધાતા તંત્ર દ્વારા વોર્ડવાઈઝ રિપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.(૪.૩૧)
મનપાના કોલ સેન્ટરમાં
પાણીની ફરીયાદ કેટલી નોંધાઇ
પ્રશ્ન ફરીયાદની સંખ્યા
ગંદાપાણી ૬પ૮
પાઇપ લાઇન લીકેજ ૪૬૭
પાણી ન મળ્યું ૩૯પ
ઓછા ફોર્સથી ૩૧૦
ઓછા સમય પ૮
પાઇપ લીકેજ ૩૭
ડાયરેકટ પેમ્પિંગ ૧ર
(4:22 PM IST)










