<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કાલે સીટી પ્રાંત-ર નું મહેસુલ-અપીલના કેસોનું મેગા બોર્ડઃ કુલ ૬૩ કેસો અંગે સુનાવણી

રાજકોટ, તા. ૧૭: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીનાં માર્ગદર્શન તળે અપીલ કેસોનાં નિકાલની ઝુંબેશની કામગીરીનાં ભાગરૂપે રાજકોટ શહેર-૨ પ્રાંત કચેરી ખાતે ચાલી રહેલ અપીલ કેસોની સુનાવણી માટે આવતી કાલે મેગાબોર્ડનું આયોજન કરવામાં આવેલ છે.  જેમાં કુલ - ૬૩ કેસોનો સમાવેશ કરવામાં આવેલ છે. સવારે ૧૨-૦૦ કલાકથી શરૂ થનાર પ્રથમ બોર્ડમાં કુલ - ૩૭ કેસો તેમજ બપોરનાં ૩-૩૦ થી શરૂ થનાર બીજા બોર્ડમાં કુલ - ૨૬ કેસોનો સમાવેશ કરાયો છે. આ કેસબોર્ડમાં આર.આર.ટી. અપીલ, મામ. કોર્ટ રીવીઝન, શરતભંગ અંગેનાં કેસ, આર.ટી.આઇ. અપીલ જેવા કેસોનો સમાવેશ થાય છે.

(4:04 PM IST)