News of Monday, 17th March 2025
આંબેડકરનગર પાસેથી રૂા.૩૦ હજારના દારૂ સાથે ત્રણ પકડાયા
પીસીબીનો દરોડોઃ જેકેસ ઉર્ફે જેક, નયન અને વિપુલ સામે કાર્યવાહી

રાજકોટઃ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ નજીક આંબેડકરનગર નજીક દારૂ ભરેલા બોક્સ સાથે ઉભેલા ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી પાડી ૧૨૦ નંગ દારૂની બોટલ કી.રૂ. ૩૦,૬૯૬ની કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાની સૂચનાથી પીસીબીના પીએસઆઇ એમ.જે.હુણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં-૧૩/૧૪ના ખૂણે ત્રણ શખ્સો ખાખી બોક્સ સાથે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે, જે બાતમીના આધારે પીસીબીની ટીમએ સ્થળ પર પહોંચી હાજર ત્રણેયના નામ પૂછતાં પોતાના નામ જેકેસ ઉર્ફે જેક મનસુખભાઇ ચાવડા, નયન કિશોરભાઈ ચાવડા અને વિપુલ અરવિંદભાઈ ખીમસુરિયાં (રહે-ત્રણેય આંબેડકરનગર)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બોક્સની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ૧૨૦ બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધી દારૂ કયાંથી મગાવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતની પૂછતાછ હાથ ધરી તપાસ યથાવત રાખી છે.
કાર માંથી દારૂ સાથે જગદીશ ઝબ્બે
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સેન્ટ્રોકાર માંથી દારૂ પકડાયો
કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર દ્વારકાધીશ હોટેલ નજીક પસાર થતી જીજે-૦૨-એપી-૩૨૭૪ નંબરની સેન્ટ્રો કારને રોકી ચાલકની પૂછતાછ કરતા પોતાનું નામ જગદીશ દલાભાઈ પરમાર (રહે-નવાગામ (રંગીલા)નો જણાવતા પોલીસે સેન્ટ્રો કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૨૩ બોટલ મળી આવતા દારૂ અને કાર મળી કુલ રૂ, ૧,૫૭,૯૦૩નો મુદામાલ કબ્જે કરી ચાલકને ઝડપી પાડી ગુનો નોંધ્યો છે
(4:46 PM IST)










