News of Tuesday, 18th March 2025
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેકસ દ્વારા રાષ્ટ્રીય એવોર્ડસ આપાશે
દેશભરમાંથી સંસ્થાના ૩૦ હજાર સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં જયુરી દ્વારા પસંદગી કરી ૩૦ એવોર્ડ આપવામાં આવશે : રાજકોટમાં આમંત્રીતો માટે ગુરૂ, શુક્ર,શનિ ત્રણ દિવસ યોજાશે આઇઆઇએ નેશનલ એવોર્ડસનો કાર્યક્રમઃ ઇતિહાસમાં પ્રથમ વખત લાઇવ જયુરી

રાજકોટઃ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકસ દ્વારા પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય એવોર્ડસની ઉજવણી આ વખતે રાજકોટમાં થનાર છે. દેશભરમાંથી સંસ્થાના ૩૦ હજારથી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં જયુરી દ્વારા પસંદગી કરી આ એવોર્ડ આપવામાં આવશે. તા. ર૦,ર૧,રર (ગુરૂ, શુક્ર, શનિ) હોટલ સિઝન્સ ખાતે કાર્યક્રમ યોજાશે. સંસ્થાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાઇવ જયુરીનું આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા કાર્યાલય ખાતે આવેલા આર્કિટેકટોએ જણાવેલ કે ભારતમાં સ્થાપત્યના વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતીઅગ્રણી રાષ્ટ્રીય સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફઆર્કિટેક્ટ્સ (આઇઆઇએ) દ્વારા આ ક્ષેત્રમા થયેલા શ્રેષ્ઠ કામોને સન્માનિત કરવા માટે આઇઆઇએ નેશનલ એવોર્ડ્સનું આયોજન કરે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક્ટ્સ(આઇઆઇએ)ભારતસ્થિત ક્વોલીફાઇડ અને વ્યવસાયિક આર્કીટેક્ટ્સ માટેની રાષ્ટ્રીય સંસ્થા છે. ૧૯૧૭ માં સ્થપાયેલી આ સંસ્થામાં આજે ૨૯,૦૦૦ થી વધુ સભ્યો છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને સમગ્ર ભારતમાં ૧૦૦ થી વધુ કેન્દ્રો અને પેટા-કેન્દ્રો છે.સમાજના તંદુરસ્ત માળખાના વિકાસમાં સહભાગી થવા અને શહેરો અને ગામોના સુવ્યવસ્થિત વિકાસ માટે સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહે છે. વિવિધ પ્રકારના સેમિનાર, એવોર્ડ્સં વગેરે માધ્યમો દ્વારા સ્થાપત્ય , તેના શિક્ષણ અને વ્યવસાયને પ્રતિબધ્ધ કરવા માટે સંસ્થા સક્રીય રીતે કાયાઁન્વિત રહે છે.આઇઆઇએ દ્વારા યોજાતા આ રાષ્ટ્રીય એવોડ્સઁનો ઉદ્દેશ્ય, ભારતમાં સ્થાપત્યક્ષેત્રની શ્રેષ્ઠતા માટે એક ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવાનો છે. પર્યાવરણ, સંસ્કળતિ, રાષ્ટ્રની ભાવિ સમસ્યાઓ અને જરૂરિયાતોને આપણા આર્કીટેક્ટસ સર્જનાત્મક ડિઝાઇન દ્વારા સમજપુર્વક ન્યાય આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે. ‘‘ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ એફ આકીઁટેક્ટ્સ'' દ્વારા આપવામા આવતા આ એવોર્ડસ, દેશમા યોજાતા આ વિષયના સર્ર્વોચ્ચ પારીતોષિકો પૈકીના એક છે.
આ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્સં માટે દેશભરમાં આકાર પામેલા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સની અલગ અલગ ૩૪ કેટેગરીમાં એન્ટ્રીઝ મંગાવવામા આવે છે અને એમાંથી દરેક કેટેગરીમા સર્વંશ્રેષ્ઠ પ્રોજેક્ટને વિવિધ તજ્જ્ઞો અને વિષયના વિદ્વાન આકીઁટ્ક્ટ્સની જ્યુરી પ્રક્રીયા દ્વારા ચુંટવામા આવે છે.
આ માટે પ્રર્યારણ, ટકાઉપણું, કાર્યક્ષમતા,સર્જનાત્મકતા અને સામાજીક, સાંસ્ક્રૃતિક પાસાઓને લક્ષમા લઇને મુલ્યાંકન કરવામા આવે છે.
રાજકોટમાટે એ ખુબ જ ગૌરવની વાત છે કે આવા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્સની પ્રક્રીયા અને સમારોહનું આયોજન કોઇ મેટ્રો સીટીમાં નહીં પણ આપણા ઘરઆંગણે થઇ રહ્યુ છે. ૧૦૮ વર્ષના સંસ્થાના ઇતિહાસમા સૌ પ્રથમવાર લાઇવ જ્યુરી સાથેનુ આવુ આયોજન ગુજરાત ચેપ્ટર દ્વારા રાજકોટમાં ખુબ પ્રયત્નો પછી થવા જઇ રહ્યુ છે. આ માટે દેશના પ્રતિષ્ઠીત, શ્રેષ્ઠ સ્થપતિઓ; જ્યુરી માટે અને ૭૦ શોર્ટલીસ્ટેડ એન્ટ્રીના પ્રેઝન્ટેશન માટે એકસાથે રાજકોટના આંગણે આવી રહ્યા છે. રાજકોટ માટે અને આમંત્રિતો માટે તા.૨૦,૨૧,૨૨ (ગુરૂ,શુક્ર, શનિ)માર્ચના આ ઇવેન્ટ મહત્વપૂણઁ અને અવિસ્મરણીય બની રહે માટે આર્કીટેક્ટશ્રી મૌક્તિક ત્રિવેદીના નેતળત્વ હેઠળ, સલાહકારો કે જેમાં શ્રી બિમલ પટેલ, શ્રી હિરેન પટેલ, શ્રી જયેશ હરિયાણી, શ્રી અશ્વિન સંઘવી, શ્રી કિશોર ત્રિવેદી જેવા દિગ્ગજ આર્કિટેક્ટ્સ માર્ગદર્શન આપી રહ્યા છે. સંસ્થાના લોકલ ચેપ્ટરના સ્થપતિઓની ટીમ કે જેમાં પ્રતીક મિષાી, ભાવેશ મહેતા, હાર્દિકલાખાણી, મિતલ ચૌહાણ અને ઇન્દુભાઇ સ્કૂલ એફ આકીઁટેક્ચર જેવીસંસ્થાઓ પણ સક્રીય યોગદાન આપી રહી છે.
આ સમગ્ર કાર્યક્રમ, લાઇવ જ્યુરી અને તે પછીની વિવિધ પાસાઓની પ્રશ્નોત્તરી તથા ચર્ચા , વિષય સાથે સંકળાયેલા સ્થાનીક અને આમંત્રિતો માટે એક નવા આયામ તરફ લઇ જશે તેવી આશા છે.તેમ જણાવાયું છે.
પ્રથમ વખત, આઇઆઇએ નેશનલ એવોર્ડ્સ ૨૦૨૩ માં પ્રોડક્ટ લોન્ચ પેવેલિયન હશે, જે સ્થાપત્ય અને બાંધકામ ક્ષેત્રમાં અત્યાધુનિક ઉત્પાદનો અને તકનીકો રજૂ કરશે. આ નવી પહેલ ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ માટે આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને ઉદ્યોગ વ્યાવસાયિકો સમક્ષ તેમની નવીનતમ પ્રોડક્ટ્સનુ અનાવરણ કરશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વ શ્રી મૌકિતક ત્રિવેદી(ચેરમેન આઇઆઇએ ગુજરાત ચેપ્ટર મો. ૯૮૨૪૨ ૧૦૩૯૦) અશ્વિન સંઘવી, કિશોર ત્રિવેદી), પ્રતિક મિષાી, ભાવેશ મહેતા, હાર્દિક લાખાણી, મિતલ ચૌહાણ અને કરણ ત્રિવેદી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૬-૧૦)
(2:28 PM IST)










