News of Tuesday, 18th March 2025
રૂડામાં સમાવિષ્ટ ગામડાઓને પ્રાથમીક સુવિધા માટે ડીડીઓ-પ્રાંત-રૂડાના સીઇઓને રજુઆતો
રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા ત્રણ અધિકારીઓ સમક્ષ ધા નખાઇ : રહેણાંક પ્લોટ-ગાર્બેજ કલેકશન-ભુગર્ભ ગટર-સ્ટ્રીટ લાઇન સહિતના પ્રશ્નો ઉકેલવા માંગણી

રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા ડીડીઓ, સીટી પ્રાંત-ર તથા રૂડાના સરપંચ સમક્ષ ગામડાઓના પ્રશ્નો અંગે રજુઆતો કરાઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૮)
રાજકોટ, તા., ૧૮ : રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા આજે ત્રણ અધિકારીઓ સમક્ષ રજુઆતો કરાઇ હતી. રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીને રૂડા વિસ્તારમાં ગામડાની જનતાની પ્રાથમીક જરૂરીયાત અને મુળભુત અધિકાર એવા રહેણાંક હેતુનાં પ્લોટો ફાળવતા ન હોયતે અંગે રજુઆતો કરાયેલ.ડીડીઓશ્રીને રૂડામાં સમાવિષ્ઠ ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેકશન ટ્રેકટરનો કોન્ટ્રાકટ તાત્કાલીક રિન્યુ કરવો. રૂડા સીઇઓ ને રહેણાંક હેતુના પ્લોટ માટે ધારદાર રજુઆત સાથે ભુગર્ભગટર સફાઇ માટે જેટીંગ મશીનની સુવિધા માટે સાથે સાથે લોકોને લગતા પાણી ભુગર્ભ સ્ટ્રીટ લાઇનના સાથે સાથે લોકોને લગતા પાણી ભુગર્ભ સ્ટ્રીટ લાઇનના બાકી રહેલા ગામોમાં કામો થાય એ માટે રજુઆત કરાઇ હતી. ડેપ્યુટી કલેકટરને સાથે પણ રહેણાંક હેતુના પ્લોટ માટે જરૂરી કાગળો સરકારમાં કરવા રજુઆત કરાઇ હતી.ડીઆરડીઆઇ શાખામાં કચરાના ટ્રેકટર સાથે સફાઇ કામદારોની નિમણુંક કરવા માંગણી કરાયેલ. (૪.૨૮)
(2:30 PM IST)










