<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

વાપીથી ઇલેક્‍ટ્રીક પેનલ બોક્‍સ અંદર છુપાવી રાજકોટ ટ્રાવેલ્‍સ મારફત મોકલાયેલો ૩.૯૪ લાખનો દારૂ પકડાયો. : જુઓ વિડિયો

વાહન મળી ૭.૧૧ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ તીર્થ ટ્રાવેલ્‍સની બસમાં યાર્ડ પાસે આવેલો જથ્‍થો કેરી વાહનમાં ભરવામાંઆવ્‍યો ત્‍યાં પીસીબી ત્રાટકીઃ ચાલક દારૂ-વાહન મુકી ભાગ્‍યોઃ પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કાગમીરી

રાજકોટઃ બૂટલેગરો નીતનવા નુસ્‍ખા અજમાવી દારૂની હેરાફેરી કરતાં હોય છે. દરમિયાન પીસીબીની ટીમે આવો એક પર્દાફાશ કરી વાપીથી તિર્થ ટ્રાવેલ્‍સની બસ મારફત ઇલેક્‍ટ્રીક  પેનલ બોક્‍સમાં છુપાવીને રાજકોટ મોકલાયેલો દારૂનો રૂપિયા ૩,૯૭,૨૪૬નો ૨૪૭૨ બોટલ, ચપલાનો જથ્‍થો કબ્‍જે કરાયો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે વાલજીભાઇ જાડા અને કિરતસિંહ ઝાલાની બાતમી પરથી  ગ્રીનલેન્‍ડ ચોકડીથી યાર્ડ તરફના રસ્‍તે મોમાઇ ટી સ્‍ટોલ પહેલા સર્વિસ રોડ પર વોચ રખાઇ હતી. આ દરમિયાન મારૂતિ કંપનીનું સુપરકેરી વાહન જીજે૦૨એટી-૩૯૧૯ મુકી એક શખ્‍સ ભાગી ગયો હતો. આ વાહનમાંથી રૂા. ૩,૯૭,૨૪૬નો દારૂ મળી આવ્‍યો હતો. જેમાં ૭૫૦ એમએલની ૮૪ બોટલો તેમજ બાકીના ૧૮૦ એમએલના ચપલા હતાં. બ્‍લેન્‍ડર્સની ૮૨૨૩૬ની બોટલો, એઇટ પીએમના ૯૫ હજારના ૯૫૦ ચપલા, મેજીક મુમેન્‍ટ વોડકાની ૪૭૮ બોટલો, મેજીક મુમેન્‍ટના ૧૮૦ એમએલના ૪૮૦ ચપલા, સ્‍ટર્લિંગ રિઝર્વના ૧૮૦ એમએલના ૪૮૦ ચપલા, લોખંડની ઇલેક્‍ટ્રીક પેનલના બોક્‍સ-૧૪, કેરી વાહન ૩ લાખનું મળી કુલ રૂા. ૭,૧૧,૨૪૬નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઇ, ઘનશ્‍યામસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, રાહુલગીરી, ગીરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયભાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

(4:13 PM IST)