<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

કુવાડવા-સરધારને જોડતા રોડથી વિકાસને વેગઃ પ્રવીણાબેન રંગાણી

રૂડા દ્વારા ૧૧ કરોડના ખર્ચને મંજુરીઃ પંચાયત પ્રમુખનો આવકાર

 રાજકોટ, તા.૧૮: અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી (રૂડા)દ્વારા રૂ.૧૧૦૦ લાખના ખર્ચે સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે થી કુવાડવા-સરધાર સ્‍ટેટ હાઇવે ને જોડતા રોડ ને મંજૂર કરવા માં આવ્‍યો છે.૩૦ મિટર પહોળાઈ ના આ નેશનલ હાઇવે થી સ્‍ટેટ હાઇવે ને જોડતો રોડ આજુબાજુ ના ૫૦ થી વધુ ગામો ના લોકો ને ખૂબ જ લાભદાયી થસે નજીક માં હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ તેમજ આજુબાજુ માં ઘણા બધા ઇન્‍ડ્રસ્‍ટ્રીયલ યુનિટો આવેલા હોઈ અને આ વિસ્‍તાર ના લોકો ને ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્‍ટ મળશે. ઉદ્યોગો,ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્‍ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળસે સાથોસાથ અમદાવાદથી સરધાર, આટકોટ અને અમરેલી તરફ જતા રાહદારીઓએ કુવાડવા ગામ ની અંદર એન્‍ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્‍યામાંથી પણ રાહત મેળવશે. આ રોડ નિર્માણ થતા સરધાર,આટકોટ અને અમરેલી નો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્‍પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. આગામી દિવસોમાં અમદાવાદ રોડ થી કુવાડવા સરધાર સ્‍ટેટ હાઇવે ને જોડતા આ રોડ બનવાથી આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને વાહન વ્‍યવહારની સુવિધામાં વધારો થશે તેમ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, રાજ્‍ય સરકાર,પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,સંસદ સભ્‍ય,ધારાસભ્‍યશ્રીઓને સંગઠનના હોદેદારો નો આભાર વ્‍યક્‍ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી એ જણાવ્‍યું છે.

(2:31 PM IST)