News of Tuesday, 18th March 2025
શહેરના એક ડઝન સ્થળોએથી પનીરના નમૂના લેવાયાઃ ૧૧ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચકાસણી : પ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના : ચંદ્રેશનગર મેઇન રોડના પટેલ ડાઇનીંગ હોલમાંથી ૩ કિલો વાસી શાકભાજી તથા પટેલ ફાસ્ટફૂડમાંથી એકસપાયરી સોસ, ચટણી, બ્રેડ-પાઉં સહિતનો ૮ કિલો જથ્થો ઝડપાયો : ફૂડ શાખા ત્રાટકી

રાજકોટ, તા. ૧૮: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણી ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ચેકીંગ અંતર્ગત માયાણી ચોક પાસેના બે વેપારીઓને ત્યાંથી શાકભાજી, બ્રેડ, પાઉં, સોસ સહિતનો ૧૧ કિલો વાસી-અખાદ્ય પદાર્થનો નાશ કરાયેલ. જયારે નાણાવટી ચોક વિસ્તારના પ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી જયારે ૧ર સ્થળોએથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતાં.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે, આવેલ ૅપટેલ ડાઈનિંગ હોલૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજીત ૦૩ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે, આવેલ ‘પટેલ ફાસ્ટફૂડ' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મયોનીઝ, ફેટ્સ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજીત ૦૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં બાલાજી પાન ્રૂ કોલ્ડ્રિંક્સ, દેવાહી જનરલ સ્ટોર, રાધે ડ્રાયફ્રૂટ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, હેલ્ધી મેડીસીન્સ, તથા બાપા સીતારામ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
પનીરના ૧ર નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ પનીર તથા પનીર એનાલોગની ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કુલ ૧૨ નમૂના લેવામાં આવેલ.
DOODH MASTI MALAI PANEER (FROM 1 KG PKD)Ñ બંસી ફૂડ પ્રોડક્ટસ, પ્લોટ નં.૦૯, સર્વે નં.૨૩૯, એમટેક ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ દાળની પાછળ, ગોંડલ રોડ, કોઠારીયા ગામ,
પનીર (લુઝ): બંસી ફૂડ પ્રોડક્ટસ, પ્લોટ નં.૦૯, સર્વે નં.૨૩૯, એમટેક ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ દાળની પાછળ, ગોંડલ રોડ, કોઠારીયા ગામ, રાજકોટ.
પનીર (લુઝ): ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, ૧/૪ લાતીપ્લોટ, પુનિત ધરઘંટી પાસે,
પનીર (લુઝ): શ્રી રામ ડેરી ફાર્મ, ૩- સોમનાથ સોસાયટી, શેરી નં.૦૧, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
પનીર (લુઝ): આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.૦૫, શોપ નં.૦૬, ન્યુ અંબિકા પાર્ક, શ્યામલ વર્ટીકલ સામે, સાધુવાસવાણી રોડ,
પનીર (લુઝ): L & G FOODZ (અમ્રિતસરી હાટી), શુભમ મેડિકલ સામે, નાના મવા રોડ, શાષાીનગર પાસે, PURICA MALAI PANEER (200 GM PKD.): આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.૦૫, શોપ નં.૦૬, ન્યુ અંબિકા પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ.
NON BRAND ANALOUGE PANEER (FROM1 KG PKD.)Ñ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, ૧/૪ લાતીપ્લોટ, પુનિત ધરઘંટી પાસે,
SAVARIYA DAIRY CONTEXT ANALOGUE MEDIUM FAT PANEER ANALOGUE (FROM 4 KG PKD): શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદ શેરી નં.૦૯, કોઠારીયા રોડ,
પનીર (લુઝ): અજેન્દ્ર ડેરી ફાર્મ, ૮- સોરઠિયાવાડી, કોઠારીયા રોડ, રાજકોટ.
SHREEJI FOODS ANALOGUE PANEER (FROM 4 KG PKD.): શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદ શેરી નં.૦૯, કોઠારીયા રોડ, તથા
PANEER (LOOSE) : વળંદાવન ડેરી ફાર્મ, ૮- સોરઠિયાવાડી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતેથી નમૂના લેવાની કાર્યવાહી કરાઇ હતી. (૯.૩ર)
(3:01 PM IST)










